અગામી 48 કલાકમાં ચોમાસું કેરળમાં પ્રવેેશે તેવી શકયતા છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણમાંથી આવનારા પવનોના કારણે ચોમાસાને આગળ વધવા અને તેને મજબૂત થવામાં મદદ મળી રહી છે. જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો અગામી 48 કલાકમાં કેરળમાં ભારે વરસાદ થવાની શકયતા છે.
જયારે ગોવામાં ચોમાસાનું આગમન 12 જૂને થવાની શકયતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આંધ્રપ્રદેશના ઘણાં હિસ્સામાં પ્રી-મોનસુનનો વરસાદ શરૂ થઈ ગયો છે. તેનાથી ખેડૂતોને ખરીફ પાકની વાવણીમાં મદદ મળશે. છે કે આ વર્ષે ચોમસું છ દિવસ મોડું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમસાનો પ્રથમ વરસાદ 1 જૂનની આસપાસ આવે છે.