રાજ્યમાં હળવા ઝાપટાી લઈ ૫ ઈંચ સુધી વરસાદ કચ્છ પર સાયકલોનિક સર્ક્યુલેશન: સૌરાષ્ટ્રમાં ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
નવરાત્રીના રંગમાં મેઘરાજા ભંગ પાડે તેવી ભીતિ: ગાંધીધામમાં ૨ ઈંચ, માંગરોળ, વઢવાણ, ભાણવડ, મુંદ્રા, ખંભાળીયામાં ૧॥ ઈંચ, ધોરાજી, વંલી, બગસરામાં ૧ઈંચ વરસાદ
ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો છેલ્લા છ વર્ષનો રેકોર્ડબ્રેક ૧૨૭.૪૬ ટકા વરસાદ વરસી ગયો હોવા છતાં હજુ મેઘરાજા જાણે વિરામ લેવાના કોઈ મુડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં હાલ ચોમાસુ પુરબહારમાં સક્રિય હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૧૫૦ તાલુકા પૈકી ૧૬૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. રાજ્યમાં હળવા ઝાપટાી લઈ ૫ ઈંચ સુધી વરસાદ પડયો છે. કચ્છ પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાનું કારણે આગામી રવિવાર સુધી રાજ્યમાં હળવા ઝાપટાી લઈ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૧૬૫ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ડાંગમાં ૫ ઈંચ જેટલો પડયો છે. આ ઉપરાંત ગાંધીનગરના માણસા અને ભરૂચના વલીયામાં ૩ ઈંચ વરસાદ પડયો છે. અંકલેશ્ર્વર, વાપી, કરજણ, વિજાપુર, વઘઈમાં ૨॥ ઈંચ, ગાંધીધામ, ધનસુરા, કપરાડામાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૧॥ ઈંચ, સાયલામાં ॥ ઈંચ પડયો હતો. જ્યારે રાજકોટના ધોરાજીમાં ૧ ઈંચ, જામકંડોરણામાં ॥ ઈંચ, ગોંડલ, ઉપલેટા, જેતપુર અને કોટડા સાંગાણીમાં હળવાી મધ્યમ ઝાપટા પડયા હતા. જામનગર જિલ્લાના જામજોધપુરમાં પણ ॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૧॥ ઈંચ, ખંભાળીયામાં ૧॥ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં ॥ ઈંચ, જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૧॥ ઈંચ, વંલીમાં ૧ ઈંચ, ગીર સોમનાના વેરાવળમાં ॥ ઈંચ, અમરેલીના બગસરામાં ૧ ઈંચ, લીલીયામાં ॥ ઈંચ, લાઠી અને અમરેલીમાં ॥ ઈંચ, ભાવનગરના શિહોર અને તળાજામાં ॥ ઈંચ જ્યારે બોટાદ શહેરમાં ॥ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કચ્છના ગાંધીધામમાં ૨ ઈંચ, મુંદ્રામાં ૧॥ ઈંચ અને માંડવીમાં ॥ ઈંચ વરસાદ પડયો હતો.
આજ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૧૨૭.૪૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ૨૦૧૩માં રાજ્યમાં મોસમનો ૧૨૮ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. ૬ વર્ષ જૂનો આ રેકોર્ડ આ વર્ષે તૂટે તેવી શકયતા જણાય રહી છે. કચ્છમાં ૧૪૭.૧૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૮.૦૯ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૯.૨૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૬.૨૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૩૯.૧૪ ટકા જેટલો વરસાદ પડયો છે. કચ્છ અને તેની સો જોડાયેલા દક્ષિણ-પૂર્વ રાજસન તા દક્ષિણ પાકિસ્તાન પર હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સર્કિય છે. જેની અસરના કારણે આગામી રવિવાર સુધી રાજ્યભરમાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલી, આવતીકાલે પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત , અમરેલી અને ભાવનગર, શનિવારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમના અને દિવ જ્યારે રવિવારે આણંદ, પંચમહાલ, દાહોદ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગઈકાલે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પડેલા ૧॥ ઈંચ વરસાદમાં વીજળી પડવાના કારણે માંગરોળ બંદર વિસ્તારના શેરીયાતબારામાં રહેતા કિશન રોશનભાઈ પાસવાન નામના ૨૦ વર્ષના યુવાનનું મોત નિપજયું હતું.
ભાદર ડેમના ૨ દરવાજા અડધો ફૂટ ખોલાયા: ૯૬૪ ક્યુસેક પાણીની જાવક
સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો એવો ભાદર ડેમ ગત સપ્તાહે ઓવરફલો ઈ ગયો છે. ગઈકાલે સાંજે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા ડેમના ૨૯ પૈકી ૨ દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં પ્રતિ સેક્ધડ ૯૬૪ કયુસેક પાણીની આવક છે. જેની સામે ૨ દરવાજા ખોલી ૯૬૪ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભાદર ડેમ ઓવરફલો ઈ જતાં રાજકોટ, જેતપુર અને ગોંડલ પંકની જળ સમસ્યા સંપૂર્ણપણે હલ ઈ જવા પામી છે. છલકાતા નદી નાળા અને વરસાદના કારણે હજુ ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોવાના કારણે ડેમના દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.