skin care

ચોમાસાની ઋતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત આપે છે પણ હવામાં  ભેજ વધવાથી આપણી ત્વચામાં બળતરા થઈ શકે છે.  તો આ સમસ્યાથી બચવા અને સ્વસ્થ , સુંદર ત્વચાની જાળવણી માટે યોગ્ય સ્કિનકેર રૂટિનનું પાલન કરવું જરૂરી છે .

સૌ પહેલા ત્વચાને સાફ  રાખવી જરૂરી છે . ત્વચાને સ્વચ્છ અને તાજી રાખવા માટે દિવસમાં બે વખત  ક્લીન્સરનો ઉપયોગ કરવો જોઈએ .

તમારી ત્વચામાં આવેલા છિદ્રોને  ઘટાડવા માટે તમારી સ્કીન કેરમાં હળવા ટોનરનો સમાવેશ કરો.

હવા ભેજવાળી હોવા છતાં પણ ત્વચાને પૂરતા પ્રમાણમાં ભેજની જરૂર હોય છે. હળવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જે તમારી ત્વચાને તેલયુક્ત રાખ્યા વિના હાઇડ્રેટ રાખશે. તમારી ત્વચાને કોમળ અને પોષિત રાખવા માટે  યોગ્ય પ્રમાણમાં  ભેજ મળવો જરૂરી છે .

2 image

આપણે બધા એવું માનતા હોય છે કે ચોમાસાનો તડકો કોમળ હોય છે પરંતુ આપણે એકદમ ઠંડા વાતાવરણ માંથી  તડકામાં જઈએ તો તે સ્કીનને અસર કરે છે . તેનાથી બચવા માટે સનસ્ક્રીન લોશન લગાવવું જોઈએ .  તમારી ત્વચાને પોષણ મળી રહે અને પર્યાવરણની અસરથી  બચાવવા માટે મોસમી ફળો અને શાકભાજી ખાવા જોઈએ. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ સ્કીન માટે નેચરલ ફૂડ છે.

અઠવાડિયામાં એકવાર મુલતાની માટી અથવા ફેસ માસ્ક લગાવુ  જોઈએ. આખું વર્ષ ત્વચાની તંદુરસ્તી જાળવવા માટે પુષ્કળ પાણી પીવું મહત્વનું છે.   ચોમાસા દરમિયાન હાઇડ્રેટેડ રહેવામાં  માટે દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તે ત્વચામાં રહેલા  પ્રદૂષકોને દૂર કરવામાં મદદ કરે છે .  ત્વચાને અંદરથી પોષણ આપી તંદુરસ્ત ચમક આપે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.