સંગમ ઘાટ પાસે ધુધવતા સમુદ્રના મોજા દસ ફુટ ઉંચા ઉછળ્યાં
દેશભરમાં ચોમાસાએ અલગ અલગ જગ્યાએ દસ્તક દઈ દીધી છે. રાજયમાં પણ અમુક જગ્યાએ છુટોછવાયો મેહુલીયો ગરમીના મૌસમમાં રાહત આપી રહ્યો છે ત્યારે આજરોજ દ્વારકાના દરિયામાં પણ ચોમાસાનો મૌસમ બેસી રહ્યો હોય સમુદ્રના પાણીમાં વરસાદી કરન્ટ જોવા મળ્યો હતો અને દ્વારકાના સંગમ ઘાટ તેમજ ગોમતી ઘાટ અને દરિયાઈ કાંઠાળા વિસ્તારમાં ૮ થી ૧૦ ફુટ જેટલા ઉંચા સમુદ્રના મોજા ઉછળતાં જોવા મળ્યા હતા.