15મી નવેમ્બરથી શિયાળાનો વિધિવત થશે આરંભ: હજી એકાદ મહિનો બેવડી સીઝનનો અહેસાસ થશે

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં  અનરાધાર  હેત વરસાવ્યા બાદ હવે મેઘરાજા  વિદાય લેવા  તરફ આગળ વધી રહ્યા છે આવતીકાલથી રાજસ્થાનથી નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવાની  શરૂઆત  કરશે  જે પ્રક્રિયા  આઠથી દશ દિવસ સુધી   ચાલશે. ગુજરાતમાંથી  15મી ઓકોટોબર આસપાસ  ચોમાસુ વિદાય  લઈ લ્યે તેવી સંભાવના  જણાય  રહી છે. 15મી નવેમ્બર સુધી મીશ્ર સિઝનનો અનુભવ થશે અને ત્યારબાદ  શિયાળાનો વિધિવત  આરંભ થશે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આવતીકાલથી  રાજસ્થાનથી નૈઋત્યના ચોમાસાની   વિદાયનો  આરંભ   થશે. ગુજરાતમાં 15મી ઓકટોબર સુધીમાં ચોમાસુ વિદાય લઈ લેશે. હાલ કોઈ સિસ્ટમ  સક્રિય નથી છતા લોકલ ફોર્મેશનના કારણે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા  વિસ્તારોમાં  હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના  રહેલી છે. હાલ ગુજરાતમાં ઉતર પશ્ર્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જે ક્રમશ: ઉતર અને ઉત્તર પૂર્વના થશે એકાદ મહિનો હજી થોડી ગરમીનો અહેસાસ થશે વહેલી સવારે અને મોડીરાતે થોડી ગુલાબી ઠંડીનો અનુભવ થશે 15મી નવેમ્બર સુધી મીશ્ર સિઝનનો  અહેસાસ થશે ત્યાર બાદ શિયાળાની  સિઝન શરૂ થશે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના  માત્ર આઠ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સુરતના પલસાણામાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. ગુજરાતમાં આજ સુધીમાં સીઝનનો  95.13 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં  111.69 ટકા, ઉતર ગુજરાતમાં  71.59 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં  83.66 ટકા, સૌરાષ્ટ્રમાં  113.57 ટકા અનેદક્ષિણ ગુજરાતમાં  93.17 ટકા વરસાદ પડયો છે.

ચોમાસાનો  વહેલો આરંભ થયા બાદ જૂન-જૂલાાઈ અને ઓગષ્ટમાં  સંતોષકારક  વરસાદ ન પડવાના   કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં દુષ્કાળના ડાકલા વાગવા માંડયા હતા. જોકે સપ્ટેમ્બર માસમા વરસાદની  તમામ ઘટ પુરી થઈ જવા પામી હતી.  અને અનરાધાર વરસાદ પડયો હતો.

પ્રકૃતિ જાણે સોળ શણગાર સજી સંધ્યા સમયે મચ્છુન્દ્રી ગંગા કાઠે વિહાર કરવા નિકળી હોય એવું લાગી રહ્યું છે. પૈસા ખર્ચ કરીને પણ જે પ્રાકૃતિક દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે એવા મનમોહક નઝારા પ્રકૃતિની ગોદ સમી ગાંડીગીરમાં અવારનવાર પ્રાપ્ત થાય છે. સંધ્યા સમયનું આ અલૌકિક નયનાકર્ષ દ્રશ્ય શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના મારુતિધામનું છે. આ સમયે અહીંથી પસાર થનાર રાહદારીઓ પણ થોડી વાર થંભી ગયા હતા.

પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.