રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં આગામી દિવસોમાં શહેરમાં મોટી સંખ્યામાં વ્રુક્ષારોપણ કરવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કમિશનર એ મિટિંગમાં ઉપસ્થિત તમામ સંસ્થાઓને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વિવિધ સ્થળો અને જાહેર માર્ગો અંગેની માહિતી આપવામાં આવી હતી અને ત્યા ખાતે કઈ કઈ સંસ્થા કેટલા વ્રુક્ષો વાવી શકે એમ છે તેની માહિતીની અપેક્ષા રાખી હતી.
વિશેષમાં આગામી દિવસોમાં મ્યુનિ. કમિશનર અને વિવિધ સંસ્થાઓ શહેરના વિવિધ વોર્ડના જુદા જુદા સ્થળોની રૂબરૂ મુલાકાત લેશે અને ક્યાં કેટલા વ્રુક્ષો વાવી શકાય એમ છે તેનો અહેવાલ તૈયાર કરી ટૂંક સમયમાં જ શહેરમાં ખુબ જ મોટા પાયે વ્રુક્ષારોપણનું આયોજન કરવામાં આવશે. આ આયોજન અનુસંધાને આગામી દિવસોમાં વધુ એક બેઠકનું આયોજન થશે અને તેમાં શહેરની અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને પણ નિમંત્રણ આપી આ મેગા પ્લાન્ટેશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.