• પશ્ર્ચિમ રાજસ્થાન, કચ્છ અને દ્વારકા ઉપરથી ચોમાસાની વિદાય શરૂ: છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ, વલસાડના પારડીમાં પાંચ ઈંચ જયારે વાપીમાં ત્રણ ઈંચ વરસાદ

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાતના કચ્છના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું છે. આ સિસ્ટમ મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધવાની આગાહી છે. આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. જેના લીધે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસ ધીમે-ધીમે વરસાદનું જોર વધતું જશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના પારડીમાં પાંચ ઈંચ જયારે વાપીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ચાર મહિનાના વરસાદ પછી, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં એક અઠવાડિયા પછી પશ્ચિમ રાજસ્થાનમાંથી તથા કચ્છમાંથી વિદાય લેવાનું શરૂ કર્યું છે. સામાન્ય રીતે, ચોમાસાની પીછેહઠ બિકાનેર અને જેસલમેર જિલ્લાઓમાંથી 17 સપ્ટેમ્બર સુધીમાં શરૂ થાય છે, જોકે, આ વખતે, મોસમી વરસાદ અઠવાડિયા દરમિયાન ચાલુ રહ્યો.ચોમાસું અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ અને દ્વારકામાંથી ચોમાસું વિદાય લેશે. સોમવારે પશ્ચિમી રાજસ્થાનના ક્ષેત્રો, કચ્છ સાથે જોડાયેલા ક્ષેત્રોમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત થવાની શરૂ થઈ ગઇ છે.દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.