સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૧૦૨% વરસાદ નોંધાયો: ખેડૂતોએ મોઢે આવેલો કોળિયો ગુમાવ્યો
ગુજરાતમાથી વિધિવત રીતે ચોમાસું વિદાય લઇ રહ્યું છે. હવામાન વિભાગે સતાવાર રીતે કહી દીધું છે કે, ૬ ઓક્ટોબરથી વિદાય લઇ રહેલા ચોમાસા બાદ હવે બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. રાજ્યમાં તૌક્તે થી શરુ થયેલો વરસાદનો સિલસિલો છેલ્લે દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને ઘમરોળી ગયો પરિણામે ખેતીને ભારે નુકસાન થયું છે.અને ખેડૂતો પાયમાલીની સ્થિતિમાં મુકાઈ ગયા છે.
આટલા વરસાદ છતાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ જરૂર કરતા પણ ઓછો નોંધાયો છે. જેમાં ઉતર ગુજરાતના કેટલાક જીલ્લાનો સમાવેશ થાય છે..જો કે, સરવાળે રાજ્યમાં દરવર્ષ કરતા બે ટકા વરસાદ વધુ નોંધાયો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના ભેજવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે.તો બનાસકાંઠા,સાબરકાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે.ઓક્ટોબર મધ્યથી ડબલ સીઝનનો અનુભવ કરવો પડશે,સવારે હલકી ઠંડી અને બપોરે પ્રખર ગરમીનો અનુભવ થશે.
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, જામનગર અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદના કરને તારાજી સર્જાઈ હતી.ખેડૂતોની સ્થિતિની સહાયથી જવા પામી છે. રાજ્ય સરકારે રાહત આપવાની વાત કરી છે. ત્યારે ખેડૂતો હવે સરકારી સહાયની રાહમાં બેઠા છે.
સરકારી સહાયની જાહેરાત બાદ હજુ સુધી સર્વે માટે પણ આવ્યું નથી અને ખેડૂતોને કોઈ નુકસાનીની ભરપાઈ મળે તેવી પણ આશા નથી. સર્વે તો દર વર્ષે થાય છે પરંતુ અત્યાર સુધી કોઈપણ જાતની સહાય મળી નથી. એમાં પણ આ વર્ષે તો સર્વેની કામગીરી કરવામાં પણ નથી અને હવે જો વહેલી તકે સર્વે કરવામાં નહિ આવે તો ખેડૂતોના ખેતરોમાંથી બગેડેલો પાક વધુ સમય રાખી શકાય તેવી પણ સ્થિતિ નથી. આ ખરાબ પાકને બહાર કઢાઇ જશે પછી નવા પાક નું વાવેતર કરી શકાશે. હજુ સુધી સર્વે માટે ની કામગીરી પણ કરવામાં આવી નથી જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે
જૂનાગઢ જિલ્લાના ઘેડના ઓશા ગામમાં ઓજાત, સાવલી, મધુવંતીના પાણી ઘુસી જાય છે. ત્યારે ઊભા પાક તૈયાર થવાની અણીએ હતા અને ફરી વરસાદ ખાબકતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેમ પાક બળી જતાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.