ચોમાસાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના એસ.ટી.ના અસંખ્ય રૂટ રદ: એસ.ટી.બસોમાં ઉડે ઉડેની સ્થિતિ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે ત્યારે ભારે વરસાદના કારણે એસ.ટી.બસોમાં પણ ઉડે ઉડેની સ્થિતિ સર્જાતા ઘણા બધા ‚ટ ટ્રાફિક ડાઉન થવાના કારણે રદ કરવા પડયા હોવાનું રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રભરમાં રાજકોટ ડિવીઝન સતત ધમધમતું ડિવીઝન ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રનું પાટનગર હોવાના કારણે અહીં મુસાફરોની સતત ભીડ રહેતી હોય છે પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદના કારણે મોટાભાગે મુસાફરોએ બહારગામ જવાનું ટાળતા હોય છે. જેના કારણે એસ.ટી.ના જુદા-જુદા ‚ટમાં મુસાફરોની પાંખી હાજરી જોવા મળી રહી છે.
બે દિવસ અગાઉ વડાપ્રધાનના કાર્યક્રમમાં એક સાથે ૧૩૫૦ એસ.ટી.બસો ફાળવી દેવાતા એસ.ટી.બસને રાહ જોઈને બેઠેલા મુસાફરોને સમયસર બસ મળી ન હતી અને મુસાફરો રઝળી પડયા હતા. હવે જયારે તમામ એસ.ટી.બસોને પૂર્વવ્રત કરી દેવાઈ છે ત્યારે મુસાફરોની હાજરી પાંખી જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર છેલ્લા ત્રણ-ચાર દિવસથી મધ્યમથી ભારે વરસાદના કારણે રાજકોટ એસ.ટી.ડિવીઝનને પણ અસર થઈ છે. રાજકોટથી સહિતના ‚ટ ઉપર એસ.ટી.ડિવીઝનના વાહન વ્યવહારને માઠી અસર થઈ છે.
એક બાજુ વરસાદના કારણે એસ.ટી.બસોમાં ટ્રાફિક ડાઉન થયો છે ત્યારે બીજી બાજુ આજે ટંકારામાં ૬ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ વરસી જતા ટંકારા અને આસપાસના ગામડાઓના રસ્તા બંધ થઈ જતા ઘણી બધી એસ.ટી.બસો પણ આ ‚ટ ઉપર ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અને જામનગર પંથકમાં આજે સવારથી પાંચ ઈંચથી વધુ વરસાદ વરસી જતા એસ.ટી.નિગમની બસોને પણ અસર થઈ છે. રાજકોટથી જામનગર, મોરબી, ટંકારા તરફ જતી એસ.ટી.બસોને ભારે વરસાદના કારણે અટકાવી દેવામાં આવી છે. તો ટંકારા ‚ટ ઉપરની ઘણી બધી એસ.ટી.બસો વરસાદના કારણે રસ્તા ધોવાઈ જતા અને પાણી ભરાઈ જતા ફસાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે