Abtak Media Google News

ઉમરગામમાં સૌથી વધુ 5। ઇંચ, મહેમદાવાદ અને નડિયાદમાં 4। ઇંચ, મુંદ્રા અને મોરબીમાં 3॥ ઇંચ, વઢવાણ, વાપીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો: રાજ્યમાં આજે પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી: સવારથી 26 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ આરંભની સાથે જ જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. જગતાત હોંશભેર વાવણી કાર્યમાં પરોવાય ગયો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 154 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. હજી ત્રણ દિવસ સુધી રાજ્યમાં મેઘાવી માહોલ છવાયેલો રહેશે. દરમિયાન આજે સવારથી રાજ્યના 20 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસાના આરંભ પૂર્વ બિપરજોય વાવાઝોડાની અસરતળે વરસેલા વરસાદ બાદ ચોમાસાના વિધિવત આગમન સાથે મેઘરાજાએ ભારે જમાવટ કરી છે. રાજ્યભરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 250 તાલુકાઓ પૈકી 154 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મહેમદાવાદમાં સાડા ચાર ઇંચ નડીયાદમાં સાડા ચાર ઇંચ મુંદ્રા અને મોરબીમાં સાડા ત્રણ ઇંચ, વઢવાણ અને વાપીમાં ત્રણ ઇંચ, વઢવાણ અને વાપીમાં ત્રણ ઇંચ, ધંધુકા, આણંદ, લીંબડીમાં અઢી ઇંચ, અંજાર, પોરબંદર, મહુવા, ટંકારા, પાદરા, ગલતેશ્ર્વર, રાણાવાવમાં બે ઇંચ, વસો, ભાણવડ, કપરાડા, થાનગઢ, ખંભાત અને પારડીમાં પોણા બે ઇંચ, કુતિયાણા, ખેડા, જામજોધપુર, બોરસદ, જામકંડોરણા, ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ, જેતપુર, મહુવા, ઉમરેઠ, ગાંધીધામ, ડોલવાણ, બારડોલી, વડોદરામાં સવા ઇંચ, નવસારી, ખંભાળિયા, માણાવદર, ખેરગામ, વાંકાનેર, પલસાણા, જલાલપોર, દસાડા, પેટલાદ, સુરત, અમદાવાદ, ધોરાજી, ધરમપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

સવાર સુધીમાં 154 તાલુકાઓમાં વરસાદ પડ્યા બાદ સવારથી 20 તાલુકાઓમાં મેઘ મહેર વરસી રહી છે. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 13.45 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 67.33 ટકા, ઉત્તર ગુજરાતમાં 20.70 ટકા, ઇસ્ટ-સેન્ટ્રલ ગુજરાતમાં 9.29 ટકા, સૌરાષ્ટ્રમાં 20.42 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 3.19 ટકા વરસાદ વરસી ગયો છે. હજી ત્રણ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

30 જૂન સુધી ભારે વરસાદની આગાહી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 29 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે. મેઘરાજાએ બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે આ વખતે સમયસર વરસાદ પડ્યો છે. વરસાદ દર વર્ષે ખેંચાતા ખેડૂતોમાં નિરાષા જન્મે છે પણ આ વખતે સમયસર વરસાદ આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.

z`દક્ષિણ ગુજરાતમાં માત્ર  3.19% વરસાદ

સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાતો  હોય છે. પરંતુ  આ વર્ષે જાણે પેટર્નમાં ફેરફાર થયો હોય તેમ રાજયના અલગઅલગ પાંચ રિજીયન પૈકી દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડયો છે. બીજા શબ્દોમાં કહીએ તો વાવણી લાયક પણ વરસાદ પણ પડયોન થી કચ્છ રિજીયનમાં સૌથી વધુ 67.33 ટકા, ઉત્તર ગુજરાતમાં 20.70 ટકા, સૌરાષ્ટ્રમાં  20.42 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં   9.29 ટકા વરસાદ પડયો છે. સૌથી ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો  માત્ર  47.65 મીમી વરસાદ પડયો હતો. મોટાભાગના  જિલ્લા હજી વાવણી લાયક વરસાદની વાટ જોઈ રહ્યા છે.

હિમાચલમાં વરસાદે મચાવી તબાહી: 300થી વધુ રસ્તાઓ બંધ

Screenshot 3 48

દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. ઘણા રાજ્યોમાં કુદરતના કહેર જેવો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદે જનજીવનની ગતિ પર બ્રેક લગાવી દીધી છે તો ક્યાંક ખડકોના કારણે રોડ બ્લોક થઈ ગયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ નદી બની ગયા છે અને અનેક શહેરોમાં પૂરના દ્રશ્યો છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. નદીઓ અને નાળાઓના જળસ્તરમાં વધારો થયો છે. હરિયાણાના પંચકુલામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના 301 રોડ પર ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર અટકી પડ્યો છે. સાથે જ વીજળીના 140 ટ્રાન્સફોર્મર પણ બંધ થઈ ચૂક્યા છે.ઉત્તરાખંડ અને મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે. હવામાન વિભાગે દિલ્હી એનસીઆરથી લઈને જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશના મંડીમાં હનોગી મંદિર પાસે અચાનક પૂરના કારણે નેશનલ હાઈવે 3 બંધ. આ માર્ગ પર લાંબો ટ્રાફિક જામ છે. આ ઉપરાંત કુલ્લુમાં ભારે વરસાદને કારણે મોહલ ખાડમાં અચાનક પૂરના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે. મંડીમાં એક દિવસ પહેલા જ પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.