ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા સહિત અને વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે અસહ્ય બફારા સાથે વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું.વડોદરા જિલ્લાના ડભોઈ, સાંવલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6.16 મી.મી. વરસાદ પડ્યો છે. રાજ્યના 26 જિલ્લા અને 77 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરમાં નાંધાયો છે. પાવી-જેતપુરમાં 102 મી.મી. વરસાદ પડ્યો છે.