સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા લીધેલા નિર્ણય પર લગાવી રોક
સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે જેમાં મોન્સેન્ટોના બી.ટી.કોટન પેટન્ટને ભારતીય પેટન્ટ કાયદા તરફથી અવૈધ માનવામાં આવે છે. ઉચ્ચ અદાલતે આ મુદ્દાને ફરીથી હાઈકોર્ટની સિંગલ જજની બેંચ પાસે મોકલી આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટની બેંચ આ મુદ્દે ફેંસલો કરી જે માટે પેટન્ટનો દાવો કરવામાં આવ્યો હતો તે દાવાને નકારી કાઢયો હતો.
દિલ્હી હાઈકોર્ટના બે જજોની ખંડપીઠે ૨જી મે ૨૦૧૮ના મોન્સેન્ટો વિરુધ્ધ આદેશ કર્યો હતો. જેમાં તેને કંપની લાઈફ ફોમ્સ ઉપર પેટન્ટનો દાવો કરવા નકાર્યા હતા. કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં બે મુદ્દાઓ ઉપર ચુનોતી આપવામાં આવી હતી જેમાં પ્રથમ મુદ્દો બી ટી કોટનને લઈ હતો. જેમાં બી ટી કોટન કેમીકલ પ્રોસેસ માનવામાં આવે છે અને લાઈફ ફોમ કે અન્ય કોઈ ચિજ નથી. ખરા અર્થમાં મોન્સેન્ટોએ ભારતીય કંપની નુઝીવીડુસીટસ લીમીટેડ વિરુધ્ધ પેટન્ટ ઉલ્લંઘનનો મામલો નોંધાવ્યો હતો. જેમાં હાઈકોર્ટે તેમના વિરુધ્ધ આદેશ પણ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં મોન્સેન્ટો તરફથી મનુ સંઘવી હાજર રહ્યાં હતા. જેમની મદદ અમીત ભંડારી પણ કરી રહ્યાં છે. જેઓએ ઉચ્ચ અદાલતને જણાવતા કહ્યું હતું કે, જે સીંગલ ખંડપીઠ મોન્સેન્ટો અને નુઝીવીડુસીટસ મામલે સુનાવણી કરી રહ્યું છે તેને આ કેસ પણ મોકલવામાં આવે જેમાં મોન્સેન્ટો દ્વારા પેટન્ટ ઉલ્લંઘનને લઈ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે આવતા વર્ષમાં લેપ થઈ રહ્યો છે.
સાથો સાથ તેઓએ રોયલ્ટીની જેમ ટ્રેડ વેલ્યુની પણ માંગ કરી છે. જયારે નુઝીવીડુએ અદાલતમાંથી પેટન્યને ખતમ કરવાની પણ અપીલ કરી છે. આ કાયદાકીય લડાઈમાં દેશની ફૂડ સિક્યુરીટીના વ્યવહારને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જેમાં એક તરફ ભારતીય સીડ કંપની તો બીજી તરફ મોન્સેન્ટો વિદેશી કંપનીઓ વચ્ચે પેટન્ટ લાગુ કરવાની પહલ હાથ ધરવામાં આવી રહી છે. એન્ટી જેનેટીકલ મોડીફાઈડના કાર્યકરો અને કિશાન સંગઠન પણ આ લડાઈમાં જોડાઈ ગયા છે. લો કંપનીના મેનેજીંગ પાર્ટનર પ્રવિણ આનંદે જણાવ્યું હતું કે, આ કેસના નિરાકરણ અને નિર્ણય આવતા હજુ એક વર્ષ જેટલો સમય લાગી જશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે માટે ડિવિઝન બેંચના આદેશ પર ફેંસલો સંભળાવ્યો હતો અને આ કેસ ખૂબજ જટીલ કેસ છે.
સાથો સાથ ભારતીય કંપનીઓએ પણ પેટન્ટ રદ્દ કરવાની માંગ કરી હતી જે હજુ સુધી પણ પેન્ડીંગ રાખવામાં આવી છે. જેમાં એક સીનીયર વકીલે જણાવતા કહ્યું હતું કે, આ કેસના તમામ મુદ્દાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવશે અને તમામ પુરાવાઓને પણ ધ્યાને લઈ જ્ઞાની અને પ્રબુધ્ધ લોકોની ગવાહી પણ લેવાશે જે બાદ અદાલત કોઈ નકકર નિર્ણય પર પહોંચશે.