હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારીનો કહેર જાવે મળે છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના અનેક કેસો જોવા મળ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કોરોના સામે સાવચેતીના ભાગ પે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. ઘણા લોકોએ હોમ કોરોન્ટાઈન કરાયા છે. સાથે સાથે સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે ભારત અને ગુજરાતનાં સંતો મહંતો દ્વારા પણ જનતાને અપીલ કરવામાં આવી છે કે સરકારને સહકાર આપે અને સહયોગી બની ભારતમાંથી કોરોના વાઈરસ નાબુદ થાય.
ઈશ્ર્વરચરણ સ્વામી (બીએપીએસ)એ જણાવ્યું છે કે આજે આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસની આપતી આપણા સૌ ઉપર સમગ્ર દેશ ઉપર સમગ્ર વિશ્ર્વ પર આવી પડી છે. ઘણા મહિનાઓથી સાંભળીએ છીએ વિશ્ર્વના મોટામોટા દેશો પણ આ આપતીથી ઘેરાયેલા છે. આખાવિશ્ર્વના મનુષ્યનો અંગત પ્રશ્ર્ન બની ગયો છે. આવી મહામારીમાથી સફળતા પૂર્વક બહાર નીકળવું આપણા રાજયને દેને નુકશાન ન થાય એ રીતે આપણે વર્તવાનું છે. માટે સરકાર તરફથી વારંવાર સૂચનો આપવામાં આવ છે. આપણારા હાથ સ્વચ્છ રાખવા જોઈએ બને ત્યાં સુધી હાથ સ્વચ્છ રાખવા જોઈએ બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું જ નહી નિકળવાનું જો થાય તો બીજા લોકો વચ્ચે ચોકકસ અંતર રાખવું જોઈએ સાથેસાથે આપણી સાથે રહેતા વૃધ્ધો અને બિમારોને મદદપ થવું ભગવાનની ઈચ્છાથી પોત પોતાના સમુદાયની અંદર ઘરની અંદર, કુટુંબની સાથે દિવસો ગાળે છે. આપણા શાસ્ત્રોની અંદર ભગવાનના જે આશિર્વાદ છે તે કામ કરે છે.સરકારના આદેશ પ્રમાણે આપણે પ્રયાસો કરવાના જ છે. ભગવાન અને સંતના આશિર્વાદ બહુ મોટી વાત છે. એટલે એના માટે પણ સાસાથે તે પ્રયાસ કરવો જોઈએ આપણે ઘરે બેઠા છીએ અને આપણી પાસે પુષ્કળ સમય છે તો આપણે ભગવાનની પ્રાર્થના કરીએ ધૂન કરીએ રામાયણ, ભાગવદ ગીતા કે વચનામૃત આપણા દિવ્યગ્રંથોસાથે બેસીને વાંચીએ વિચારી આપણા હૃદયની અંદર પ્રવેશ કરવો આપણા આવા કટોકટીના સમય પર પણ ખૂબ ધીરજ અને શાંતિ આપશે શાસ્ત્ર વાંચન ભકિત પૂજા કરશુ તો શાંતિ મળશે આ કટોકટીનો પ્રસંગે પણ પસાર કરીશું.
નિખિલેવરાનંદ સ્વામીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે હાલ કોરોનાનું જે સંકટ આવ્યું છે તે સમગ્ર વિશ્ર્વનું સંકટ છે. અને અત્યારે જે આપણે સાવચેતી નહિ રહીએ તો બહુ મોટી કિંમતઆપણે ચૂકવવી પડશે. એક પ્રબુધ્ધ નાગરીક તરીકે આપણી સૌની ફરજ છે કે સરકાર દ્વારા જે કાઈ સુચનાઓ આપવામાં આવે છે તેનો કડક રીતે પાલન કરીએ જેવી ભૂલ ઈટાલીએ કરી છે તેવી ભૂલ ન કરીએ.
જ્ઞાન સ્વપ દાસ સ્વામી (જૂનાગઢ)એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે હાલ કોરોના વાઈરસને કારણે દેશ મુશ્કેલ પરિસ્થિતિમાંથક્ષ પસાર થઈ રહ્યો છે. આજે કોરોનાએ સમગ્ર વિશ્ર્વની માનવજાતને સંકટમાં મૂકે છે. આજથી આ રોગને મહામારી તરીકે જાહેર કરેલ છે. આ રોગને વધતો અટકાવવા નરેન્દ્રભાઈ મોદી ખૂબજ જાગૃત છે. અને સલામતી માટે ઘણા બધા પગલા લીધા છે અને દેશના અધિકારીઓ સૈનિકો, પોલીસ કર્મીઓ તેમજ ડોકટર તેમણે પણ પોતાના જીવને જોખમમાં મૂકી પોતાના કુટુંબની તથા વહાલા બાળકો માતા પિતા પત્નિ વચ્ચેની ચિંતા કર્યા વગર સમગ્ર દેશ વાસીઓને પોતાના સ્વજનો માટે સેવામાં અડીખમ ઉભા છે.