ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવા સામે મનિકા બત્રાએ ૪-૦ થી હારનો સામનો કરવો પડ્યો
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મનિકા બત્રાના સફરનો અંત આવ્યો છે. તેને રાઉન્ડ 3ના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવા સામે હારનો સામનો કરવો પડ્યો છે. મનિકાને ૦-૪થી પરાજય મળ્યો છે. ૨૭ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સોફિયા પોલકાનોવાએ પ્રથમ ગેમ ૧૧-૮, બીજી ગેમ ૧૧-૨, ત્રીજી ગેમ ૧૧-૫ અને ચોથી ૧૧-૭થી જીતી હતી.
મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં સતત બે રાઉન્ડ જીત્યા બાદ તેના પર તમામ દેશવાસીઓ નજર હતી. પરંતુ સખત સંધર્સ બાદ પણ મનિકા બત્રાની સફરનો અંત આવ્યો હતો. મનીકા બત્રાને ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવા સામે ખાતું પણ ખોલી શકી ન હતી અને ૪-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોક્યો ઓલિમ્પિકના ચોથા દિવસે ભારતની શરૂઆત સારી રહી હતી. તલવારબાજી અને તીરંદાજીમાં જીત મળી. તલવારબાજીમાં ભારતની ભવાની દેવીએ ટ્યૂનિશિયાની નાઝિયા બેન અઝીઝીને હરાવી. જો કે, તે બાદ આગામી મુકાબલો હારી ગઇ અને તેના અભિયાનનો અંત આવ્યો હતો.
તીરંદાજીમાં ભારતીય પુરુષ ટીમે કઝાખિસ્તાનને ૬-૨થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી, જ્યાં તેમનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થયો. કોરિયાઇ ટીમે આ મુકાબલો ૬-૦થી જીતી લીધો અને ભારતની પુરુષ ટીમના સફરનો અંત આવ્યો છે.
નિશાનેબાજીમાં ત્રીજા દિવસે પણ ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ભારતના સ્કીટ શૂટર અંગદ બાજવા અને મેરાજ ખાન ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શકયા. પુરુષ સિંગલ્સના બીજી રાઉન્ટમાં સુમિત નાગલને મેદવેદેવના હાથે પ્રથમ સેટમાં ૨-૬થી હારનો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત બેડમિન્ટનના મેન્સ ડબલ્સમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ઇન્ડોનેશિયાઇ જોડીએ સાત્વિક અને ચિરાગની જોડીને ૨૧-૧૩,૨૧-૧૨થી માત આપી.