- સ્ટેજ પરના સોફાઓ પણ ખાલી
- ગણતરીના લોકોના આનંદ માટે લાખોનું આંધણ
- કોર્પોરેશન દ્વારા હોળી – ધુળેટીના પર્વ નિમિતે યોજાયેલું હિન્દી હાસ્ય કવિ સંમેલન સુપર ફલોપ રહ્યું છે.
હોળીના દિવસે આયોજન કરાતું હોવાના કારણે ધારી મેદની થતી નથી તેવું બહાનું આગળ ધરી આ વખતે હોળીના એક દિવસ અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું. છતાં નિષ્ફળતા મળી હતી. માત્ર 1500 થી 2000 લોકોને આ કાર્યક્રમમાં રસ હોવા છતાં દર વર્ષે કોર્પોરેશન દ્વારા હિન્દી હાસ્ય કવિ કવિ સંમેલનનું આયોજન કરી પૈસાનું પાણી કરવામાં આવે છે.
હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં વીઆઇપીઓ માટે બિછાવવામાં આવેલા સોફા ખાલી રહ્યા હતા. આ ઉપરાંત ખુરશીઓ પણ ખાલી રહી છે. રાજકોટવાસીઓને હસાવવા આવેલા કલાકારો પણ આ પ્રકારનો માહોલ જોઇ આશ્ર્ચર્ય ચકિત થઇ ગયા હતા. કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોની હાજરીના કારણે થોડી ઘણી મેદની દેખાતી હતી.
સમાજ કલ્યાણ શાખાના અધિકારીઓ અને સમિતિના હોદેદારોને એ વાત ખુબ સારી રીતે ખબર છે કે, હોળી – ધૂળેટીએ યોજાતા હિન્દી હાસ્ય કવિ સંમેલનમા: શહેરીજનોને રસ પડતો નથી. ગમે તેટલો પ્રચાર કરવામાં આવે કે કલાકારોને બોલાવવામાં આવે કાર્યક્રમમાં બે હજારથી વધુ લોકો કયારેય આવતા નથી. છતાં દર વર્ષ પ્રજાના ટેકસના પૈસાનું પાણી કરવામાં આવે છે.
હિન્દી હાસ્ય કવિઓના મોઢે પણ લગામ હોતી નથી તેઓ દ્વિ અર્થી શબ્દોનો ખુબ જ ઉપયોગ કરતા હોય છે. જેથી પરિવાર સાથે આપ્યો કાર્યક્રમ માણવા જવું શ્રોતાજનક સ્થિતિમાં મૂકી દે છે. મહિલાઓની હાજરી ખુબ જ નહિવત હોય છે. માત્ર પુરૂષો જ દેખાતા હોય છે તે પણ છુટાછવાયા બીજી તરફ કોર્પોરેશનના તમામ કાર્યક્રમોમાં નેતાઓના લાંબા લાંબા ભાષણ લોકોને કંટાળો લાવી દે છે. ધારી મેદની એકત્રિત ન થવાનું પણ આ એક મોટું કારણ માનવામાં આવે છે. હિન્દી કવિઓએ મોટા ઉપાડે ખુબ માન પાન આપવામાં આવ્યા કોર્પોરેશનના પદાધિકારીઓ તેઓની આકરી સેવા ચાકરીમાં લાગી ગયા હતા છતાં કલાકારો શહેરીજનોને રેસકોર્સ સુધી ખેંચી લાવવામાં સદંતર સફળ રહ્યા હતા.
કલાકારોમાં પણ કંઇ ખાસ દમ હતો નથી. કાર્યક્રમને મળેલી ઘોર નિષ્ફળતાથી કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ જાણે આઘાતમાં સરકી પડયા હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષ હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં આવો જ માહોલ જોવા મળે છે. છતાં પૈસાનું આંધણ કરવાના એક માત્ર સૂત્રમાં માનતા કોર્પોરેશનના ભાજપના શાસકો અને અધિકારીઓ મોટા ઉપાડે આયોજન કર્યા રાખે છે.
સોફા અને ખુરશીઓ ખાલી રહી
રાજકોટવાસીઓને હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં ઓછો રસ પડે છે છતાં દર વર્ષે કરાતું રૂપીયાનું આંધણ