વ્યાજદર અને ફૂગાવામાં તાલમેલ મિલાવી કરદાતાઓની આવક સાથે ખરીદ શક્તિ વધારવા તરફ પણ કેન્દ્ર સરકારનું લક્ષ્ય
ભારતીય ર્અતંત્ર મંદીમાં હોવાનું નિષ્ણાંતો અવાર-નવાર કહી રહ્યાં હતા. દરમિયાન હવે ભારતીય ર્અતંત્ર ઉપર મંદીના વાદળો દૂર થઈ રહ્યાં હોવાનું ફલીત થઈ રહ્યું છે. બજેટ જાહેર વાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાના માણસોની ખરીદ શક્તિ કી ર્અતંત્રમાં નવી ચેતના ફૂકવાની જાદૂઈ છડી નાણા પ્રધાન નિર્મલા સીતારમન ફેરવશે તેવું જણાય રહ્યું છે. લોકોની ખરીદ શક્તિને વધારવા ઉપર સરકાર વધુ ધ્યાન આપવા જઈ રહી છે.
લોકોની આવકમાં વધારો થાય તેની સો તેઓ બજારમાં ખરીદી કરતા થાય તેવું પણ સરકાર ઈચ્છે છે. માત્ર બચત નહીં પરંતુ લોકો ખરીદી કરવા લાગે જેની સીધી અસર બજાર પર પડશે તેવી ધારણા સરકારને છે. બજારમાં નાણા ઠલવાશે એટલે ફિશકલ ડિફીશીટ પણ અનુકુળ રહેશે તેવી સરકારની ઈચ્છા છે. ફૂગાવાને સમતોલ પ્રમાણમાં રાખવા માટે સરકારના પગલા ખુબજ મહત્વના સાબીત શે તેવું નિષ્ણાંતોનું માનવું છે. નાના કરદાતાના હામાં વધુ રૂપિયા રહેશે તો બજારમાં તે ખર્ચ થશે. જેના સીધા પરિણામ તરલતામાં જોવા મળશે. સરકારની આ નીતિ મુજબ બેંકો પણ પગલા ભરી રહી છે. બેંકો છેલ્લા થોડા વર્ષોથી લોકોને સરળતાી લોન આપી રહી છે.
હાલના તબકકે જે રીતે દેશની અર્થવ્યવસ્થા નબળી પડેલી હોય તે પરીપેક્ષમાં સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં ટેકસ સ્લેબમાં ઘટાડો થઈ અનેકવિધ યોજનાઓને અમલી બનાવવામાં આવી છે ત્યારે આવનારા ૨૦૨૦નાં નવા વર્ષમાં બજેટમાં કેવી જોગવાઈઓ કરવામાં આવશે તેના પર સર્વે કોઈની મીટ છે ત્યારે નાણા મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં વધુ નાણાની જોગવાઈઓ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે કરવામાં આવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
સુત્રોનાં જણાવ્યા અનુસાર આ વખતનાં બજેટમાં સૌથી વધુ નાણા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટમાં વાપરવાનું કારણ છે કે આ જોગવાઈ દેશને મોટા પ્રમાણમાં લાભ અપાવી શકે છે. જયારે દર વખતની જેમ ટેકસ સ્લેબમાં રાહત આપવાથી નાના સમુદાયને જ તેનો લાભ મળી શકતો હતો. કોર્પોરેટ ટેકસમાં ઘટાડાની સાથે જ દેશને આશરે ૧.૩ લાખ કરોડનો સીધો ફાયદો પહોંચશે અને લોકો કે જેમની વાર્ષિક આવક ૫ લાખથી વધુની છે તેમની પાસેથી ૨.૯ કરોડ લોકોને સ્લેબમાં ઘટાડો થવાનો લાભ પહોંચશે. કયાંકને કયાંક ૨૦૨૦ માટેનું બજેટ સૌથી મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે કારણકે આ વર્ષનું બજેટ દેશની દિશા અને દશા નકકી કરનારું બજેટ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન મોદી દ્વારા ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ અર્થવ્યવસ્થાને પહોંચાડવાનું જે લક્ષ્ય સાંઘ્યુ છે અને સાથો સાથ ૮ ટકા જીડીપી ગ્રોથનો જે લક્ષ્ય રાખવામાં આવ્યો છે તેને પહોંચી વળવા માટે ૨૦૨૦નું બજેટ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.
સુત્રોનાં જણાવ્યા મુજબ આ વખતનાં બજેટમાં કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને ટાર્ગેટ કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આગામી ૨૦૨૦ અને ૨૦૨૧ માટે જે ઈન્કમટેકસ સ્લેબ રાખવામાં આવે તેની સુચિ પણ જાહેર કરવામાં આવી છે જેમાં ૫ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા દેશમાં ૪.૮ કરોડની છે. જયારે બીજી તરફ વાર્ષિક આવક ૫ લાખથી વધુ અને ૧૦ લાખ સુધીની આવક ધરાવતા લોકોની સંખ્યા ૨.૧ કરોડ જેટલી છે ત્યારે ૧૦ લાખથી વધુ અને ૨૦ લાખ સુધીની આવક ધરાવતા લોકોની સંખ્યા ૬૦.૪૦ લાખ, ૨૦ લાખથી ૫૦ લાખ સુધીની આવક ધરાવતા લોકોની સંખ્યા ૧૮.૮ લાખ જયારે ૫૦ લાખથી ૧ કરોડ સુધીની આવક ધરાવતા લોકોની સંખ્યા ૩.૨ લાખ, ૧ કરોડથી ૫ કરોડ સુધીની આવક ધરાવતા લોકોની સંખ્યા ૧.૩ લાખ જયારે વાર્ષિક આવક ૫ કરોડથી ૧૦ કરોડ સુધી હોય તેવા ૭૪૦૦ અને ૧૦ કરોડ અને તેનાથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા ૪૨૦૦ની હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ નાણા મંત્રાલયનાં સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ૨૦૨૦માં જે બજેટ બનાવવામાં આવશે તેમાં સૌથી વધુ જોગવાઈઓ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે જો ઈન્ફ્રાસ્ટ્રકચર પર વધુ રૂપિયાની જોગવાઈ કરાય તો સ્ટિલ, સિમેન્ટ અને અન્ય ક્ષેત્રમાંથી સારી એવી આવક દેશને થઈ શકે છે અને રોજગારીની વિપુલ તકો પણ ઉદભવિત થઈ શકે છે. હાલ દેશનું જીડીપી આશરે ૩ ટકાએ પહોંચ્યું છે ત્યારે દેશનાં જીડીપીને ૮ ટકા સુધી પહોંચાડવા માટે ઘણા કામો કરવાના હજી બાકી હોય તે વાતની સ્પષ્ટતા થઈ રહી છે.
- બજેટમાં ટેક્સ સ્લેબમાં સુધારા વિકાસની કેડી કંડારશે
બજેટને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજેટમાં ટેકસ સ્લેબના સુધારા તરફ નિષ્ણાંતોનું ધ્યાન પડ્યું છે. ટેકસ સ્લેબમાં સુધારા કી ર્અતંત્રની ગાડી ફરી પાટા પર લાવવા માટેની તૈયારી નાણા મંત્રાલયે કરી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં સરકારે કોર્પોરેટ ટેકસ ઘટાડી રાહત આપી હતી. ત્યારબાદ હવે વાર્ષિક આવક મુજબ કર રાહતોની હારમાળા સર્જાશે તેવું જણાય રહ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ના ઈન્કમટેકસ સ્લેબમાં મહદઅંશે ફેરફાર જોવા મળશે. વ્યક્તિગત આવકવેરા માટે તાજેતરમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમનને વિવિધ ચેમ્બર દ્વારા રજૂઆત ઈ હતી. ત્યારબાદ નાણા પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા રૂપિયા ૧૦ થી ૨૦ લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓને ઈન્કમટેકસમાં કેટલીક છુટછાટ આપવાનો નિર્ણય લેવાયો છે. આવા કરદાતાઓને ૨૦ ટકાના સ્લેબમાં મુકાયા છે. જ્યારે રૂપિયા ૨૦ લાખ કે તેી વધુ આવક ધરાવનારને ૩૦ ટકાના સ્લેબમાં મુકવામાં આવશે તેવું જાણવા મળે છે. જો કે, વધુને વધુ ટેકસ સ્લેબ ફેરફાર પાછળ કરદાતાઓને રાહત આપવાની પરિયોજના જવાબદાર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. વર્તમાન સમયમાં ટેકસ સ્લેબમાં રૂપિયા ૫ લાખ સુધીની આવક ધરાવતા હોય તેવા ૪.૮ કરોડ કરદાતા છે. જ્યારે ૮ લાખી ૧૦ લાખ આવક ધરાવનાર ૨.૧ કરોડ કરદાતાઓ છે. બીજી તરફ રૂપિયા ૧૦ થી ૨૦ લાખની આવક ધરાવતા હોય તેવા ૬૦.૪ લાખ કરદાતાઓ હોવાનું જાણવા મળે છે. રૂપિયા ૫૦ લાખી ૧ કરોડની આવક ધરાવતા હોય તેવા ૩.૨ લાખ રૂપિયા ૧ કરોડી ૫ કરોડની આવક ધરાવતા તેવા ૧.૩ લાખ રૂપિયા ૫ કરોડી ૧૦ કરોડની આવક ધરાવતા હોય તેવા ૭.૪ હજાર તેમજ રૂપિયા.૧૦ કરોડી વધુ આવક ધરાવતા હોય તેવા ૪.૨ હજાર કરદાતાઓ નોંધાયા હોવાનું માનવામાં આવે છે. આ આંકડો વર્ષ ૨૦૨૦-૨૧ માટેના ઈન્કમટેકસ સ્લેબનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- ખેતીમાં લઘુત્તમ ટેકાના ભાવ અર્થતંત્રમાં નવી ચેતના ફૂંકવા સક્ષમ
ખેડૂતોની આવક બે ગણી કરવાનું લક્ષ્ય તો મોદી સરકારનું છે જ જેની સો ખેતીની આવક કી ર્અતંત્રમાં નવી ચેતના ફૂંકવાનો ટાર્ગેટ પણ સરકારે રાખ્યો છે. તાજેતરમાં મળેલા ઉત્પાદનમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તેવું સરકારે સુનિશ્ર્ચીત કર્યું છે. આ માટે સરકારે લઘુતમ ટેકાના ભાવ આપવાનો અસરકારક નિર્ણય લીધો છે. ચીનમાં ૩ ગણી નિકાસ તાજેતરમાં મગફળીની ઈ હતી. જેના કારણે ખેડૂતોને મગફળીના યોગ્ય ભાવ મળ્યા હતા. સરકારે અગાઉી જ લઘુતમ ટેકાના ભાવ કી મગફળીનો ભાવ ઉંચો રાખવાની તૈયારી કરી હતી. જેના સારા પરિણામો અત્યારે ખેડૂતોને મળી રહ્યાં છે. સીંગતેલની જેમ અન્ય ઉત્પાદનોની પણ વિદેશમાં નિકાસ વધવા પામતા ભારતની તિજોરીમાં વિદેશી હુંડીયામણ વધ્યું છે. ખેતીમાં ખેડૂતોની આવક વધે તે માટે લઘુતમ ટેકાના ભાવ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ સો આ નિર્ણયી લાંબાગાળાની સકારાત્મક અસર પણ જોવા મળી છે. સરકારના આ પગલાી બજારમાં ખેડૂતોને મળનારા પાકના ભાવ ઉંચકાયા હતા. વિદેશીમાં નિકાસ વાના કારણે ખેડૂતો સુધી પુરતુ ભંડોળ પહોંચ્યું હતું. બીજી તરફ અતિવૃષ્ટિના સંજોગોમાં પણ કેટલાક સ્ળોએ વધુ પ્રમાણમાં ખેડૂતોને લાભ યો છે. ઉનાળુ પાક લેવા માટે ઉજળા સંજોગો યા હોવાનું પણ નિષ્ણાંતો પાસેી જાણવા મળી રહ્યું છે. ખેતીમાં લઘુત્તમ ટેકાના ભાવ થકી અર્થતંત્રમાં નવી ચેતના ફૂંકવા માટેનું સરકારે આગોતરુ આયોજન કર્યુ હતું સમયાંતરે આ આયોજનના સકારાત્મક પરિણામો અર્થતંત્ર પર જોવા મળી રહ્યા છે.
- આગામી દિવસોમાં લોકોની ખરીદશક્તિ વધશે તો બિલ્ડરોને દોઢ લાખ કરોડની રોકડી થશે
શહેરી વિસ્તારોમાં ૧.૮૩ લાખ મકાનો વેચાયા વગર પડ્યા છે. આ મકાનો પાછળ રૂપિયા ૧.૩૯ લાખ કરોડ જેટલી માતબર રકમ બિલ્ડરોની રોકાયેલી છે. સરકાર હાલ લોકોની ખરીદ શક્તિ વધારવા તરફ ધ્યાન આપી રહી છે. આવા સંજોગોમાં સમયાંતરે લોકોની ખરીદ શક્તિ વધશે તો બિલ્ડરોએ રોકેલા નાણા ફટાફટ છૂટા થશે. આગામી સમયમાં બિલ્ડરોની ૧.૫ લાખ કરોડની રોકડી લોકોની ખરીદ શક્તિના કારણે થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં બિલ્ડરોના લાખો મકાનો ખાલી પડ્યા હોવાનું ચર્ચાય છે. આવી સ્થિતિમાં બિલ્ડરોના નાણા ત્યારે જ છુટા ઈ શકે જો લોકોની ખરીદ શક્તિ વધે. હવે ભારતીય ર્અતંત્ર પર ઘેલાયેલા મંદીના વાદળો ધીમે ધીમે દૂર થઈ રહ્યાં છે. ત્યારે બિલ્ડરોએ તૈયાર રાખેલા મકાનો પણ ચપોચપ વેંચાય જશે તેવું માનવામાં આવી રહ્યું છે. રીયલ એસ્ટેટ ર્અતંત્રમાં પાયાની ભૂમિકા ભજવે છે ત્યારે મોદી સરકારે હાલ પોતાનું સમગ્ર ધ્યાન રીયલ એસ્ટેટ તરફ દોર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ભારતીય ર્અતંત્રને તંદુરસ્ત રાખવા હાઉસીંગ પ્રોજેકટમાં રોકાયેલા નાણા છુટા થાય તે જરુરી હોવાનું સરકારને ખ્યાલ છે. પરિણામે સરકારે વિવિધ એકમો થકી આ સેકટરને સતત ચાલતુ રાખવા અનેક પ્રયત્નો ભૂતકાળમાં કર્યા હતા. આગામી સમયમાં પણ સરકાર બિલ્ડરોના નાણા પરત મળી જાય તે માટે લોકોની ખરીદ શક્તિ વધારવા તરફ ધ્યાન આપી રહી છે.