પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ દારૂની હેરફેર કરતા બુટલેગરોની મિલકતોને હવે ટાંચમાં લેવાશે
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે દારૂ પકડવા અંગેની એક સરખી એફઆઈઆર મામલે તંત્ર સામે લાલ આંખ કર્યા બાદ લેવાયો નિર્ણય.
દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય છે. પોલીસની મીઠી નજર હેઠળ ઠેર-ઠેર દારૂ ખુલ્લેઆમ વેંચાતો હોવાના આક્ષેપો છે. તાજેતરમાં જ બુટલેગરોને છાવરતી પોલીસ સામે પગલા લેવા ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી. ત્યારબાદ તંત્ર સફાળુ જાગી ગયું છે અને બુટલેગરો ઉપર મની લોન્ડ્રીંગ એકટ હેઠળ ગાળીયો કસવામાં આવ્યો છે.
દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલો પૈસો ક્રાઈમ-ગુનાહિત પ્રવૃતિઓમાંથી સીધી કે અડકતરી રીતે મેળવેલો હોય છે. માટે દારૂની હેરફેર કરતા બુટલેગરો સામે પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ પગલા ભરવામાં આવશે. આ મામલે ડીજીપી શિવાનંદ ઝાએ નોટિફીકેશન જાહેર કર્યું છે. ગુજરાતમાં દારૂની હેરફેર અને વેંચાણ કરવા માટે ગેરકાયદે પરવાનાઓ અને નકલી નંબર પ્લેટ લગાવેલા વાહનોનો ઉપયોગ થાય છે. જે બદલ ફોજદારી કાયદાની કલમોનો ભંગ તો જોવા મળે છે.
આવા કેસમાં ઈન્ડિયન પીનલ કોડ, ભારતીય ફોજદારી ધારાની કલમો લગાડવામાં આવે તો તેમની સામેનો કેસ પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રીંગ એકટ-પીએમએલએ એકટ હેઠળ વધુ સંગીન બનાવીને તેમની મિલકતો જપ્ત કરી શકાય છે. દારૂની હેરફેર કરતા બુટલેગરો જયારે પણ આઈપીસીની કલમ હેઠળ ગુનો કરે ત્યારે તેમની સામે મની લોન્ડ્રીંગ એકટની જોગવાઈ મુજબના પગલા લઈ શકાય છે.
વિદેશી દારૂનો રૂરૂ.૨૦ લાખી વધુના મુલ્યનો જથો જયારે પણ પકડાય ત્યારે જે તે વિસ્તારના આઈજી-ઈન્સ્પેકટર જનરલ-ડી.આઈ.જી.ને તેનું ઝીણવટપૂર્વક નિયમન કરવાનું રહેશે. આ રીતે દારૂબંધીના ધારાની કલમ ૮૧ અને ૮૩ની જોગવાઈઓ પણ લાદી શકાશે અને દારૂની હેરાફેરીના કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કરી શકશે તા સુયોજીત ગુન્હા તરીકે દારૂની હેરફેર કરવામાં આવી રહી હોવાનું પ્રસપિત કરવું પણ સરળ થશે.
ગુજરાતમાં દારૂ વેંચતા બુટલેગરોની સંપતિ ટાંચમાં લઈ શકાય તે માટે તેમની સામે ઈન્ડિયન પીનલ એકટની કલમ ૪૬૭, ૪૭૧, ૪૭૨, ૪૭૩, ૪૭૫, ૪૭૬, ૪૮૪, ૪૮૬, ૪૮૭ અને ૪૮૮ લગાડવાની સુચના ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ શિવાનંદ ઝાએ આપી છે. તાજેતરમાં દારૂ પકડવા અંગેની એક સરખી એફઆઈઆર વિરુધ્ધ પગલા લેવા ગુજરાત હાઈકોર્ટે તંત્રને આદેશ આપ્યો હતો. ત્યારબાદ હવે બુટલેગરો સામે મની લોન્ડ્રીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,