પ્રથમ તબકકાના મતદાનમાં 29મીએ સાંજે પ્રચારના ભુંગળા શાંત: રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતારી દેવાઈ

કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીનો કાર્યક્રમ એટલો વ્યસ્ત જાહેર કરવામાં આવ્યો છે કે ચુંટણીની તારીખો જાહેર થવાથી લઇ સમગ્ર ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી કામગીરી 38 દિવસમાં પૂર્ણ થઇ જશે. પ્રથમ તબકકામાં જે 89 બેઠકો માટે મતદાન યોજવાનું છે. તે સૌરાષટ્ર-કચ્છ ની પ4  અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો નો સમાવેશ થાય છે. પ્રથમ તબકકામાં હવે ચુંટણી પ્રચાર માટે માત્ર 9 દિવસ જ રોકડા હાથમાં છે.

અત્યાર સુધી પ્રચારનો માહોલ જામતો ન હતો દરમિયાન હવે બરાબરનો ટેમ્પો પકડાય જશે ઉમેદવારો માટે રાત થોડી અને દેશ ઝાઝા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.આ વખતે ચુંટણી પ્રચાર માટે ખુબ જ ઓછો સમય રાજકીય પાર્ટી અને ચુંટણી લડતા ઉમેદવારોને મળ્યો છે. હાલ ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. પરંતુ મતદારો હજુ પુરો મનમો આપતા નથી. લોકોમાં ચૂંટણીને લઇ થોડી ઉદાસીનતા જોવા મળી રહ્યા છે. જે રાજકીય પક્ષો અને ઉમેદવારોની ચિંતા વધારી રહે છે. ચુંંટણી પંચના નિયમાનુસાર મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વે પ્રચાર-પ્રસારના ભુંગળા શાંત કરી દેવાના રહે છે. પ્રથમ તબકકામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે જેનું પ્રચાર કાર્ય ર9મી નવેમ્બરે સાંજ પાંચ વાગ્યે બંધ કરી દેવાનું રહેશે હવે રાજકીય પાર્ટી અને ચુંટણી લડતા ઉમેદવારો પાસે પ્રચાર માટે રોકડા નવ દિવસ બચ્યાં છે.

ગુરુવારે ચુંટણી ચિત્ર ફાઇનલ થયા બાદ કંઇ બેઠક પર કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનો ખ્યાલ આવી ગયો છે. હવે હરિફોની સંખ્યા, જ્ઞાતિ-જાતીના સમીકરણોને નવેસરથી ગોઠવી વ્યુહ રચના ઘડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઠકકર હોવાના કારણે આ વખતે અલગ રણનીતી ઘડવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.