ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 4થી 6 ઓક્ટોબર મોનિટરી પોલીસીની બેઠક યોજવાની છે. જેમા વ્યાજ વધારવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જો કે માહિતી પ્રમાણે આ વખતે પણ વ્યાજ દરો યથાવત રાખવામાં આવે તેવી સંભાવના છે.
હાલમાં રેપો રેટ 6.50 ટકા, તેમાં વધારો કરવો કે નહીં તે મામલે તા.6એ થશે જાહેરાત
આરબીઆઈ મોંઘવારી અને કાચા તેલ પર નજર રાખી રહી છે. કાચા તેલની કિંમત 10 મહિનામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે કડકાઈના સંકેત આપવામાં આવ્યા છે. તેથી આરબીઆઈ દ્વારા આવો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે, અને 4 થી 6 ઓક્ટોબર વચ્ચે યોજાનારી એમપીસીની બેઠકમાં 6.50 ટકા જ રાખવામાં આવશે તેવી સંભાવના છે. જો આરબીઆઈ એવો નિર્ણય લે તો આ સતત ચોથીવાર હશે.
જેમા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આરબીઆઈએ ગઈ વખતની બેઠકમાં મોંઘવારીને કંટ્રોલ કરવા અને માર્કેટની સ્થિતિને સુધારવા માટે વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો હતો. જો કેન્દ્રીય બેંક વ્યાજ દરને યથાવત રાખે તો બેંક લોનના વ્યાજ દરને ઘટાડી શકે છે અથવા તો યથાવત રાખશે. તેનો મતલબ છે કે લોકોને થોડી ઓછી અથવા હાલમાં જેટલી ચુકવી રહ્યા છે તેટલી જ ઇએમઆઓ ચુકવવી પડશે.