મગફળીના રૂ.૧૦૮૦, કપાસના રૂ.૧૧૫૦ સુધીના ભાવ બોલાયાં કપાસ-મગફળી બંનેમાં સરેરાશ રૂ.૩૦થી ૪૦નો ભાવ વધારો

દિવાળીના તહેવારોની પુર્ણાહુતિ સાથે આજે લાભપાંચમના શુકનવંતા મુહુર્ત તમામ વેપાર-ધંધા શરૂ થયા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો દિવાળી વેકેશન બાદ આજથી પુન: ધમધમ્યા છે. લાભપાંચમના શુભમુહુર્ર્તે આજે તમામ યાર્ડોમાં મુહુર્તના સોદા થયાં છે દિવાળી, નૂતન વર્ષના તહેવારો બાદ ગઇકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ કરાઇ હતી. જેમાં ૬૦,૦૦૦ મગફળીની ગુણીની આવક થવા પામી છે ત્યારબાદ ફરી આવક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. દિવાળી વેકેશન બાદ આજથી વેપાર-ધંધા ફરીથી શરૂ થવા લાગ્યા છે. વેપારીઓ-ધંધાર્થીઓએ પોત-પોતાના કામકાજના સ્થળે પુજા-અર્ચના કરી વેપાર-ધંધાની શરૂઆત કરવી પણ શુભ ગણાતી આજથી અનેક નવા વેપાર-ધંધા પણ શરૂ થવા પામ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ વર્ષોની પરંપરા મુજબ આજરોજ મુહુર્તના સોદા થયાં છે અને હરરાજીની શુભ શરૂઆત થવા પામી છે. લાભપાંચમના શુભ મુહુર્તમાં ખેડૂતોને સુપર મગફળીના

ઉચામાં રૂ.૯૦૦થી ૧૦૮૦ સુધીના ઉપજી રહ્યા છે તો કપાસના પણ રૂ.૧૧૫૦ જેવા ભાવ ઉપજયાં છે. કપાસ-મગફળી બંને મુખ્ય પાકોના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. મુખ્ય પાકોના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. સરેરાશ કપાસ-મગફળીના ભાવમાં દિવાળી પહેલા કરતા હાલ ૩૦ રૂપિયા જેટલા ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત ગોંડલ, ઉપલેટા, ધોરાજી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિત તમામ યાર્ડો આજથી ફરી ધમધમ્યાં છે. મગફળી બાદ ધીમે ધીમે નવા કપાસની પણ આવકમાં વધારો થવા લાગ્યો છે. નવો કપાસ તૈયાર થવા લાગ્યો હોય ત્યારે તેની પણ યાર્ડમાં અઢળક આવક જોવા મળી રહી છે.

ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં મગફળી વહેંચવા વાહનોની લાંબી કતાર

VideoCapture 20201119 090619

ધોરાજી માર્કેટીંગ યાર્ડ દિવાળીના વેકેશન બાદ આજથી ફરી ધમધમતું થયું છે. આજરોજ વહેલી સવારથી જ ટેકાના ભાવે મગફળી વહેચવા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા મગફળી ભરેલા વાહનોની માર્કેટીંગ યાર્ડ બહાર લાંબી લાઇનો જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.