- કલાકારો:શ્રી દેવી કપૂર, અક્ષય ખન્ના, નવાઝુદીન સિદિકી, સજલ અલિ
- પ્રોડયુસર:બોની કપૂર
- ડાયરેકટર:રવિ
- મ્યુઝિક:એ આર રહેમાન
- ફિલ્મ ટાઈપ:થ્રિલર-ફેમિલી ડ્રામા
- ફિલ્મની અવધિ:૨ કાક ૨૫ મિનિટ
- સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ
- રેટિંગ:૫માંથી ૪ સ્ટાર
સ્ટોરી:
દેવકીસબરવાલ (શ્રીદેવી) સ્કૂલ ટીચર છે. તેનો પતિ આનંદ (પાકિસ્તાની કલાકાર અદનાન અબ્બાસ) બિઝનેસમેન છે. દેવકી તે આનંદની બીજી પત્ની છે. આનંદને પ્રથમ પત્નીથી થયેલી પુત્રી આરિઆ (સજલ અલિ)ને સાવકી માં દેવકી જરા ય પસંદ નથી તે અવાર નવર દેવકીનું અપમાન કરે છે. એક વાર આનંદ બિઝનેસના કામથી યુએસએ ગયો હોય છે. ત્યારે પાછળથી એક પાર્ટીમાં ગયેલી આરિઆ પર ચાર ખશ્સો દુષ્કર્મ ગુજારે છે. આરોપીઓ પર કોર્ટમાં કેસ ચાલે છે પણ પુરાવાના અભાવે છૂટી જાય છે. આરિઆ જીવતી લાશ જેવી બની જાય છે. સાવકી મા દેવકીથી આ જોવાતું નથી. તે ચારેય શખ્સો સામેક બદલો લે છે.
એકિટંગ:ફિલ્મ મોમનો હીરો શ્રી દેવી છે. તેણે ફિલ્મી કેરીઅરનાં ૫૦ વર્ષ પૂરા કર્યા. મોમ તેની ૩૦૦મી ફિલ્મ છે. એટલે તેના અભિનયમાં સ્વાભાવિક રીતે જ પરિપકવતા છે. શ્રી દેવીએ હમણા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે હું મારી ઉમરને છાજે તેવી જ ભૂમિકા ભજવવા માંગું છું એક વખતની ચુબુલી શ્રીદેવીએ મોમમાં ગંભીર ભૂમિકા ભજવી છે. તેની ભૂમિકામાં એક ઠેહરાવ છે. સાવકી પુત્રી સાથે દુષ્કર્મ કરનારા ચારેય રાક્ષસોને ખતમ કરવાના દ્રશ્યોમાં શ્રી દેવીના અભિનયનું નવુ પાસુ જોવા મળ્યું.
શ્રી દેવીની એવોર્ડ વિનિંગ એકિટંગ છે
નવાઝુદીન સિદિકીએ સાબિત કર્યું છે કે કલાકારમાં દમ હોય તો તે સ્પેશ્યલ એપીરીયન્સને પણ યાદગારક બનાવી શકે જાસૂસ ડી.કે.ની ભૂમિકામાં નવાઝનો દાદુ અભિનય તેણે દર્શકોને હસાવવાનું કામ પણ કર્યું છે. ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેકટરની ભૂમિકામાં અક્ષય ખન્નાનું કામ પ્રસંશનીય છે. અક્ષયે અત્યાર સુધીમાં એક જ મૂવીમાં યાદગાર અભિનય આપ્યો છે. આ ફિલ્મ છે. દિલ ચાહતા હે, જેમાં તેની સાથે આમીર ખાન અને સૈફ અલિ હતા. મોમમાં પાકિસ્તાની એકટ્રેસ સજલ અલિએ શ્રી દેવીની યુવાન પુત્રી આરિઆની ભૂમિકા ભજવી છે. તેની એકિટંગ પણ કાબિલે તારીફ છે.
ડાયરેકશન:ફિલ્મ મોમની સ્ક્રિપ્ટ, સ્ટોરી, અને ડાયરેકશન દર્શકોને ૨ કલાક ને ૨૫ મિનિટ સુધી ખુરશી પર જકડી રાખે છે. ડાયરેકટર તરીકે રવિ ઉદયવારની આ પ્રથમ ફિલ્મ હોવા છતાં તેમના ડાયરેકશનમાં કયાંય કમી વર્તાવા દીધી નથી. ડાયલોગ કયાંક કયાંક નબળા છે. પરંતુ કલાકારોનાં અભિનયથી તે કમી ઢંકાઈ ગઈ છે. તેમણે સિનિયર એકટ્રેસ શ્રી દેવી અને કસાયેલા કલાકાર નવાઝુદીન સિદિકીવાળા દ્રશ્યોને રોચક બનાવ્યા છે.
મ્યુઝિક:ફિલ્મ મોમનું મ્યુઝિક મદ્રાસ મોઝાર્ટ ઓસ્કાર વિનર મ્યુઝિશિયન એ આર રહેમાને આપ્યું છે. ફિલ્મનું એક ગીત ઓ સોના તેરે લીયે રહેમાને ગાયું છે. ફિલ્મના બધા ગીતો બેકગ્રાઉન્ડમાં છે.એકેય ગીત હીટ થયું નથી. પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે મોમનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જબરદસ્ત છે. અગર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સા‚ં હોય તો ફિલ્મના સીનની ઈમ્પેકટ ઉભી થાય.
ઓવરઓલ:ફિલ્મ મોમ દરેક મહિલાએ જોવી જોઈએ. ખાસ કરીને ટિન એજ ગર્લ્સ આ ફિલ્મ જુએ જેથી તેમને એલર્ટ મળે કે પાર્ટીઓમાં જવું સલામત છે કે નહી? લેઈટ નાઈટ પાર્ટીઓ (પછી તે નવરાત્રી હોય દીવાળી હોય કે ક્રિસમસ ન્યૂ યર હોય)માં ન જ જવું જોઈએ.
કુછ ભી હો શકતા હે. ટૂંકમાં, મોમ મહિલા વર્ગ ઉપરાંત દરેક વર્ગના દર્શકોને ગમશે. ફિલ્મને શુક્રવારે ઠીક ઠીક ઓપનિંગ મળ્યું છે. પરંતુ માઉથ પબ્લિસિટી થકી આ ફિલ્મ જરુર ઉંચકાશે