સમય જતાં ક્યારેય ખબર ના પડી કે હું નાનાથી મોટો કેયારે થઈ ગયો? ત્યારે આજે આ ખાસ દિવસે જેને મધર્સ ડે કહેવાય છે જેમાં દરેક સંતાનો પોતાના મમ્મી માટે કઈક નવું કરતાં હોય છે. ત્યારે આજે મારે કઈ નવું નથી કરવું પણ ખાલી તમારા અને મારી વચ્ચે થયેલી અમુક મસ્તી તેમજ મારી જિંદગીના તમારી સાથે જોડાયેલા ખાસ પળોની પ્રસ્તુતિ કરવી મારા શબ્દો થકી કરવી છે. કારણ આટલા વર્ષો થઈ ગયા પણ ક્યારેય આવી રીતે તમારી પાસે બેસીને વાત નથી કરી. આમ તો મમ્મીને ગમે તેટલું કહ્યે તે હમેશા ઓછું જ હોય છે. પણ ના તમે મારા માટે કરેલા અનેક યોગદાનનો હું દિલથી આભારી છું.
આટલા વર્ષોમાં મે ક્યારેય તમને નવરા બેસતા નથી જોયા.આમ તો દરેક મમ્મી રસોઈની મહારાણી તરીકે ઓળખાતી હોય છે. ત્યારે તમારામાથી એક પ્રેરણા મે એવી લીધી કે જીવનમાં હમેશા વ્યસ્ત રહેવું કારણ તે વ્યસતતા હોય ત્યારે મુશ્કેલી કે દુ:ખને ભૂલવાડી શકાશે. ભલે વાત સાવ ભૂલી તો નથી જવાતી પરંતુ મનને જરૂરથી ફેરવી શકાય છે.
તમારી પાસેથી બીજી વાતએ ખબર પડી કે પોતાની ભૂલો હોય કે ના હોય સરળતાથી આપ સ્વીકારી લ્યો છો. ત્યારે જીવનમાં જો હું પણ સ્વીકારી લવ તો મારી જિંદગીમાં દરેક પ્રશ્નોનું સમાધાન ખૂબ સરળતાથી આવી જશે. દરેક વાતને ક્યારેક સાચી પુરવાર કરવામાં હું પોતે પણ ખોટું પડી જાવ છું. તો તમારી પાસેથી મે એ શિખયું કે આવી જેમ તમે જીવનમાં સ્વીકાર કરવું તે ખૂબ અગત્યનું હોય છે.
સાથે મારી ત્રીજા વાત આપને એ કરવી છે કે આપનું સદાય હસતો ચેહરો. નાનપણથી અત્યાર સુધી મે કેટલી વાર કોઈ પણ કપરા કે ખુશીના સમયમાં તમારો આ હસતો ચેહરો જ જોયો છે કોઈપણ પરિસ્થિતી સામે તમારો આ હસતા ચેહરાની ખુશી ઘરના દરેક ચેહરાને ફરીથી હસાવે છે. જો જીવનમાથી જો આપની પાસેથી તેજ રીતે હસતા શિખીએ તો જિંદગીના સારા કે ખરાબ સમયમા પ્રેરણા મળશે.
તો આજે હું તમના મારા આ દિલમા રહેલી લાગણી આ રીતથી વ્યક્ત કરું છું અને તમને આ શબ્દો સાથે મને જીવનના દરેક પળે સાથ આપવા માટે આભાર. આઈ લવ યુ મમ્મી.