દરેક બાળક અને તેની દરેક વાત કઈક અલગ હોય છે. ત્યારે તેની એવી અનેક વાતો તેના જીવનની દરેક વાત માતા-પિતા માટે ક્યારેક કેવી રીતે સમજાવી તે ખૂબ અઘરી થઈ પડતી હોય છે. ત્યારે કઈ રીતે તેની વાતોને સમજવી અને તેને સમજાવી એ ક્યારેક ખબર પડતી નથી. તો આવી એક વાત કે જ્યારે બાળક પોતે અમુક ઉમરએ પોચી જાય પછી તેને સ્કૂલ મોકલવા પડે છે. કારણ ભણતરથી જ ઘડાય બાળકનું શ્રેષ્ટ ભવિષ્ય. દરેક માતા-પિતા પોતાના બાળકના ઉછેર સાથે તેને સમજી લેતા હોય છે. તો પણ ક્યારેક તે અમુક વાતે જીદ પર ચડે તો પછી તેને સમજી નથી શકતા તેવીજ એક બાત એટલે ઘરથી સ્કૂલ સુધીની એક સફર.

દરેક બાળકને સૌ પ્રથમ મનમાં એવી અનેક વાતો હોય છે કે જો ભાઈ-બહેન સાથે રહેતા હોય તો તેની વાત કે વર્તનથી બાળક માની લે કે સ્કૂલએ જવું નથી. પણ જ્યારે તે સ્કૂલ જાય ત્યારે જ તેને સાચા-ખોટા ભણતર અને તેના ભવિષ્ય વિશે ખબર પડશે. ત્યારે ભણતર તો હમેશાં દરેક બાળક માટે ખૂબ અગત્યનું છે. ત્યારે તેના માટે પણ અચાનક આટલો સમય ઘર તેમજ પરિવાર સાથે માળીયા પછી ત્યાં જવુંના ગમે તે પણ તેના માટે સ્વાભાવિક છે. પણ, દરેક માતા-પિતા જો તેના બાળપણથી જ આવી નાની બાબતોનો ખ્યાલ રાખે તો બાળક પોતેજ કહેવા માંડે મને પણ સ્કૂલ જવું છે.

દરેક બાળકને પહેલીથી જ જો સ્કૂલ વિષે અનેક વાતો તેની રમતો સાથે કરવામાં આવે તો તે પોતે ત્યાં જવા અવશ્ય તૈયાર થશે.

  • બાળકને તમારા ઉદાહરણ સાથે સમજાવો કે સ્કૂલ અમે કઈ રીતે જતાં ?
  • ઘરમાં જેમ માતા-પિતા ત્યાં શિક્ષકો આપશે તેની મુશ્કેલી માથી દરેક વાતનું સમાધાન.
  • બાળકને ત્યાં દિનચર્યા અને તેના ઘરની દિનચર્યા અલગ કરી સમજાવવા જોઇયે.
  • સારા અને ખરાબ વિશેની અમુક ભેદરેખા કરો બાળકને સ્પષ્ટ.
  • આજના જીવનમાં ભણતરથી કઈ રીતે રંગી શકશે તે પોતાના સપના આપો તેને આ વાતની સમાજ.
  • શીશકો અને મિત્રો કઈ રીતે તેના જીવનમાં જોડાશે, સાથે સારા-ખરાબની આપો તેને ખાસ સૂચના.
  • બાળકની બેગ કે તેના ખિચામાં રાખો એક કાગળનો ટુકડો જેમાં લખ્યું હોય તેની કઈ ચિંતા થાય છે.
  • દરેક બાળકને વિશ્વાસ અને પ્રેમની જરૂર હોય છે. ત્યારે તેને એ સમજાવો કે હમેશાં તેને સાથે જ છે.
  • તેને પોતાની રીતે અમુક સમસ્યા અને વાતોને હલ કરવાં આપો, તેથી તેને સ્કૂલ જતાં પહેલા ના ઘબરાય.
  • સ્કૂલમાં થતી અનેક પ્રવૃતિ અને તેના શિક્ષકો સાથે કરો દર એક વારએ ખાસ મુલાકાત અને તેને સમજાવો કે કઈ રીતે તેનું ભવિષ્ય બની શકે ખાસ.
  • આવા જવા માટે અનેક વાહન અથવા કોઈ મિત્ર સાથે મોકલો તેથી ત સમજી શકે મિત્ર કોને કહેવાય.
  • તેને અભ્યાસ સાથે કઈ વાતોમાં રસ છે, તેના પર ધ્યાન આપી તેનું પણ તેને સ્કૂલ પછી પ્રેક્ટીસ કરવો.
  • દરેક કાર્ટૂન સાથે વાસ્તવિકતાને કોડી તેને જીવન સમજાવો.
  • દરેક માતા-પિતા તેને બાળકને બીજા સગાં-સબંધીયોના બાળકો સાથે કરવો ખાસ મુલાકાત અને તેની પાસેથી તેને જણાવો સ્કૂલની અનેક વાતો.

આ નાની અને ખૂબ સામાન્ય વાતો ક્યારેક તમારા બાળકને કરવશે એક વાર તો સ્કૂલે જવાની સાચી ઈચ્છા અને તે હવે પછી મારે પણ બીજાની જેમ સ્કૂલ જવું છે.

7537d2f3 13

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.