કોરોના વાયરસ આવ્યાને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર પસાર થઈ ગયા બાદ એકંદરે કેસો ઘટયા છે. પણ નવા સ્ટ્રેનના લીધે પૂન: મોટો ખતરો ઉભો થયો છે. વાયરસના આ નવા વિકરાળ સ્વરૂપથી ભારતમાં ઘોડા છૂટયા પછી તબેલાને તાળા’ જેવો ઘાટ સર્જાયો છે. બ્રિટનમાં હાહાકાર મચ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ત્યાંથી આવતી-જતી ફલાઈટ પર પ્રતિબંધ તો લદાયો છે. પરંતુ એ પહેલા ભારતમાં આવેલા મુસાફરો સંક્રમિત નહિ જ થયા હોય તેની ખાતરી શું?? કારણ કે કોરોનાના આ (અનુ. આઠમા પાને)
નવા સ્ટ્રેનની ઝપેટમાં આવ્યા છતાં થોડા સમય સુધી તેની જાણકારી હોતી જ નથી અને સંક્રમિત વ્યકિત અન્યોના સંપર્કમાં આવી બીજા દસ લોકોને વાયરસનો ફેલાવો કરે છે. જો કે, આ પરિબળને ધ્યાને રાખી સરકારે ગત નવેમ્બર માસથી ૬ ડિસેમ્બર સુધીમાં બ્રિટનથી આવેલા મુસાફરોને હોમ કવોરન્ટાઈન થવા સૂચના આપી છે. આ તરફ ગંભીર ધ્યાન દોરી લોકોએ પણ કાળજી લેવી અતિ આવશ્યક બની છે. કોવિડ પોઝીટીવ હોય, તો તેનાથી ડરીને માહિતી છુપાવવી સમગ્ર દેશ માટે મોટો ખતરો રૂપ બની શકે છે.