ભાવિકોનો રોષ અને ભારે વિવાદ બાદ ટેમ્પલ કમિટીએ કરી સતાવાર જાહેરાત

જગ વિખ્યાત ડાકોર મંદિરમાં  રાજા રણછાડની ઝાંખી માટે  વીઆઈપી દર્શનની  સુવિધા  ઉભી કરવામાં આવી હતી જેમાં  દર્શનાર્થીઓ પાસેથી નાણા વસુલી વીઆઈપી દર્શન કરવા દેવાશે  તેવી ઘોષણા કરવામાં આવી હતી. ટેમ્પલ કમિટીના આ નિર્ણય બાદ રાજયભરમાં ભારે  વિવાદ સર્જાયો હતો.  છેલ્લા એકાદ  માસથી ચાલતા આ વિવાદનો  સુખદ  નિરાકરણ આવ્યું છે. વીઆઈપી દર્શનનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો હોવાની  જાહેરાત કરવામાં આવી છે.

દેશ-દુનિયામાંથી ડાકોરમાં રાજા રણછોડ રાયજીના દર્શન માટે  આવે છે. ગત મહિને  ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો  હતો કે પુરૂષ દર્શનાર્થીઓ પાસેથી રૂ.500 અને મહિલા દર્શનાર્થીઓ પાસેથી રૂ.250 વસુલી તેઓને  વીઆઈપી દર્શનની  સુવિધા આપવામાં આવશે. પૈસા આપનાર સમુધ્ધ ભાવિકોએ  ડાકોરના

ઠાકોરની  ઝાંખી  કરવા માટે લાંબી લાઈનમાં ઉભી    રહેવું પડશે. નહી આ નિર્ણયથી ભાવિકોમાં  ભારે રોષ ફાટી નિકળ્યો છે. ભગવાનના દર્શન માટે પણ   નાણા આપી વીઆઈપીઓને   પ્રથમ તક આપવા આવશે. વિવિધ સંગઠનો દ્વારા આ નિર્ણયનો  વિરોધ કરવામાં આવ્યો હતો. છતા અમુક છૂટછાટ  સાથે  વીઆઈપી દર્શનની સુવિધા ચાલુ રાખવામાં આવી હતી.

આ નિર્ણય સામે ભાવિકોમાં રોષ  યથાવત  રહેતા અંતે ગઈકાલે મળેલી  ડાકોર ટેમ્પલ કમિટીની બેઠકમાં નાણાં વસુલી ભાવિકોને વીઆઈપી દર્શનની સુવિધા આપવાનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો હોવાની ઘોષણા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.