મેગેઝિન ‘કોસ્મોપોલિટન’ ની કવર ગર્લ બની ધડક ગર્લ જાન્હવી
યુવા અભિનેત્રી જાન્હવી કપૂર અક્સર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેણે હમણા એક અંગ્રેજી મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે.
બેહદ ખૂબસૂરત જાન્હવી કપૂર પ્રખ્યાત કોસ્મોપોલિટન મેગેઝિન ના જાન્યુઆરી અંક ની કવર ગર્લ બની છે. તેણે ફોટોશૂટ દરમિયાન બિન્દાસ પણે પોઝ આપ્યા હતા.
ઓફ સોલ્ડર ડ્રેસ માં જાન્હવી કપૂર ગ્લેમરસ લાગે છે. હવે તેની હરિફાઈ સારા અલી ખાન સાથે છે. અત્યારે સારા અલી તેના થી એક કદમ આગળ છે. કેમકે તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ પછી તુરંત બીજી ફિલ્મ સિમ્બા આવી ગઈ અને અત્યારે સિનેમા હોલ ખાતે ધૂમ મચાવી દીધી છે.
જાન્હવી કપૂરે ફિલ્મ ધડક થી બોલીવુડ માં ડગ માંડયા છે. હવે તે ઇંડિયન એર ફોર્સ ની પ્રથમ મહિલા પાયલોટ ગુંજન સકસેના ની બાયો પિક માં લીડ રોલમાં જોવા મળશે.
શ્રીદેવી ની લાડલી જાન્હવી કપૂરને સાઉથ ની ફિલ્મો પણ ઓફર થઈ હતી પરંતુ તે જરાય ઉતાવળ કરવા માગતી નથી. બોલીવુડ માં પણ તેની પાસે ઓફર ના ઢગલા થયા છે. તે માત્ર શોભાની પૂતળી બની રહેવા માગતી નથી. મમ્મી શ્રીદેવી નું નામ રોશન કરવું છે.
જાણવા મળ્યા મુજબ તેની નાની બહેન ખુશી કપૂર પણ ફિલ્મ સાઇન કરવા માટે તૈયાર છે. તેમનો ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા છે.સારા અલી ખાન અને જાન્હવી કપૂર બાદ ખુશી કપૂર અને શાહરૂખ ખાન ની બેટી સુહાંના પણ બોલીવુડ માં આવવા થનગની રહી છે. આમ દર્શકો ને તો મૌજા હી મૌજા છે.