આજથી શરૂ થઈ રહ્યા છે મોળાકત વ્રત. કુવારી કન્યાઓ મનગમતા વરની પ્રાપ્તિ માટે મોળાકત વ્રત કરે છે. આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રતમાં ગૌરી પૂજનની સાથે સાથે જવારા પૂજનનું ખાસ મહત્વ છે. આ વ્રતમાં કુમારિકાઓ માટીના કે અન્ય કોઇ વાસણમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા સહિત સાત ધાનનું વિશેષ મહત્વ હોવાથી તેના જુવારા વાવે છે અને આ જુવારાનું પૂજન-અર્ચન કરીને મોળાકત વ્રત રાખે છે.
કુમારિકાઓ આ વ્રતમાં સુકો મેવો, ખારેક, કેળા, સફરજન જેવા ફ્રુટ આરોગે છે. આ વ્રતમાં પાંચ દિવસ સુધી નમક ખાવાનું હોતુ નથી આથી આ વ્રતને મોળાકત વ્રત કહેવામાં આવે છે. આપણે ત્યાં મહિલાઓને પતિના લાંબી આવરદા માટે અલગ અલગ પ્રકારના વ્રત કરતી જોઈ શકાય છે. આ વ્રત પાંચ વર્ષથી લઈને કુંમારીકાઓ કરે છે અને પોતાના ભવિષ્યના પતિની લાંબી આવરદા માટે આ વ્રત કરે છે.