નવલા નોરતામાં સારા કામો કરવાની નવી ચીજ વસ્તુ ખરીદવાની ગુજરાતીઓની એક પરંપરા છે. દાયકાઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે. નવરાત્રીના 10 દિવસમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 24 હજાર મોટર કાર અને 80 હજાર જેટલા ટુ વ્હીલરોનું વેચાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવલા નોરતા ઓટો મોબાઈલ્સ સેકટર માટે લાભદાયી નિવડયા
આ વર્ષ નવા નિયમની અમલવારી થઈ હતી જેમા નંબર પ્લેટ આવ્યા બાદ જ વાહનોની ડિલીવરી આપવામાં આવતી હતી વાહન ખરીદીના ઉત્સાહમાં રતીભારનો પણ ઓટ આવ્યો ન હતો. નવરાત્રીના નવ દિવસ અને વણજોયા મુહુર્ત દશેરાના દિવસે મોટરકાર અને ટુ વ્હીલરોની ડિલીવરી મેળવવા લોકો દ્વારા અગાઉથી જ બુકીંગ કરી દેવામાં આવ્યું હતુ.
નવરાત્રી અને દશેરા એમ કુલ 10 દિવસમાં ગુજરાતમાં 24 હજારથી વધુ મોટરકારનું વેચાણ થયું હતુ. હાઈ સેગમેન્ટ વાળી કારનું વેચાણ વધુ રહ્યું હતુ. જયારે 80 હજારથી વધુ ટુ વ્હીલરોનું વેચાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. નવરાત્રીમાં વાહન વેચાણના આંકડાએ પાછલા તમામ રકોર્ડ તોડી નાખ્યા છે. નવરાત્રી ઓટો મોબાઈલ્સ ક્ષેત્ર માટે ખરેખર લાભદાયી રહી હતી.