એક યુવક એક યુવતીના પ્રેમમાં પડયો , પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા . છોકરો કેમ કરી માને નહીં , કહે છે ને પ્રેમમાં જોશ હોય કોશ નહી . છોકરાએ જબ્બર જીદ કરી , પરણું તો આને જ વરના જીવનભર કુંવારો રહું . અંતે માતપિતા એને એક સંત પાસે લઈ ગયા , અને સઘળી વાત કહી . સંત હસ્યા અને વધ્યા , ” બેટા પ્રેમ તો તારી
માતાએ પણ તને ઓછો નથી કર્યો , તારા પિતા અને પરિવારે પણ તને પુષ્કળ પ્રેમ કર્યો છે , તેઓના પ્રેમ માટે તું શું કરીશ ? કઈ કુરબાની આપીશ ? જરા વિચારી લે તું વાસ્તવમાં જેને પ્રેમ કહી રહયો છે તે પ્રેમ છે કે વાસના ? યુવકની અંતરની આંખ ખૂલી ગઈ , પ્રેમની સાચિ પરિભાષા સમજાઈ ગઈ .
એક્વાર કુબેર ભંડારીએ ભાવથી ભોળાનાથને કહયુ. કે , ” હે ભવનાથ આપ મને આપની સેવા કરવાનો એક મોકો આપો તો હું મારી જાતને કૃતકૃત્ય થયેલી માનીશ .
” ત્યારે શાંત નહીં પરંતુ પ્રશાંત પશુપતિનાથ વધ્યા, ભાઈ મારે કશું જોઈતુ નથી , મને કશો મોહ નથી , જે પણ કંઈ છે એનાથી મને પરમ સંતોષ છે , કારણ જયાં સંતોષ છે ત્યાં જ સાચું સુખ છે . મોહ તો બધું બગાડે , બહુ દઝાડે.
ત્યાં તો ઉમિયા મૈયાએ સ્ત્રી – સહજ સ્વભાવને લઈ , તૂરત ઉતાવળે ઉચ્ચાર્યું , “તમને જરૂર નથી પણ અમને તો છે ને !
તુરત કુબેરે કહ્યુું , ” આદેશ કરો માતા ” શુ હુક્યું છે ?
ત્યારે પોરસાતા માતા પાર્વતી બોલ્યા , કુબેરજી ’ ’ મારે માટે કનકનો મહેલ બનાવી આપો .
” કુબેરે આજ્ઞા શિરોમાન્ય કરી સરસ સોનાનો મહેલ બનાવી આપ્યો . આ મહેલના વાસ્તુ માટે મહેશ્વરે લંકાપતિ રાવણને આમંત્રિક કર્યો . રાવણે સંપૂર્ણ વિધિ – વિધાનથી વાસ્તુ – જ્ઞત્ત સંપન્ન કરાવ્યો .
ક્લાસ પતિ પ્રસન્ન થઈ દક્ષિણાના રૂપમાં કંઈક વરદાન માંગવાનું કહ્યું
રાવણે તુરત તક ઝડપી લીધી , ભોળાનાથના ભોળપણનો ફાયદો ઉઠાવી કંહયું “આ સોનાનો મહેલ મને આપો મહેશ્વર ” , અને ભોળાનાથે ભાવથી દક્ષિણા પેટે એ સોનાનો મહેલ અર્પણ પણ કરી દીધો.
રાવણે સોનાનો મહેલ લઈ લીઘો એ સાથે એની મતિ બગડી કહેવાય છે ને કાંચન અને કામિની પાછળ પડે એનો ભવ બગડે . માનવી જયારે મોહ બંધ થઈ જાય ત્યારે તેની બુધ્ધિ અંધ થઈ જાય , મોહથી ભ્રષ્ટ થયેલો, પૌતાનું તો બગાડે પણ અન્યને પણ એટલો જ દઝાડે, રાવણના મનમાં મોહ વધ્યો , એટલે કુભાવ જાગ્યો . તેણે મર્યાદા છોડી મહેશને કહયુ , ” મહેશ્વર આપે મહેલ તો દક્ષિણાના બદલામાં આપ્યો છે , પરંતુ વરદાનનું શું ? લંકાપતિ રાવણે મા પાર્વતીનો હાથ માંગી લીધો . વરદાન વશ વિશ્ર્વંભર બોલ્યા ’ તથાસ્તુ ’ રાવણ તો ખુશ થઈ ગયો.