ચોપડા ખરીદીથી માંડી વિવિધ પૂજન, પેઢી ખોલવાના મૂહુર્ત આ રહ્યા
હિન્દુ પંચાગના મહાપર્વ દિવાળીના આડે હવે દોઢ માસથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે. દિવાળીના તહેવારમાં વેપારીઓ ચોપડા પુજન કરી શુકન આચરતા હોય છે ત્યારે રાજયના વિખ્યાત જયોતિષો દ્વારા દિવાળીના ચોપડા ખરીદવા તથા ચોપડા પુજન માટેના સારા ચોઘડીયા જાહેર કર્યા છે.
નવા વર્ષના ચોપડા નોંધાવવા, કમ્પ્યૂટર સ્ટેશનરી નોંધાવવા માટેનાં શુભમુહૂર્ત
૧. આસો સુદ નવમી શુક્રવાર, તા.૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૭નાં રોજ સવારે ૦૬.૩૧થી ૧૦.૫૯ સુધી અને બપોરે ૧૪.૩૧થી ૧૬.૩૧, સાંજે ૧૬.૫૮થી ૧૮.૨૮ સુધીમાં નવા વર્ષના ચોપડા નોંધાવવા
૨. આસો સુદ દશમી શનિવાર, તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭નાં રોજ સવારે ૦૮.૦૧થી ૯.૩૧ સુધી અને બપોરે ૧૨.૩૧થી ૧૬.૫૮માં નવા વર્ષના ચોપડા નોંધાવવા.
૩, આસો સુદ પૂનમ, ગુરુવાર, તા.૫ ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ સવારે ૬.૩૩થી ૦૮.૦૧ સુધી, સવારે ૯.૩૩થી ૧૫.૫૪, સાંજે ૧૬.૩૩થી સાંજે ૧૮.૨૨ સુધીમાં નવા વર્ષના ચોપડા નોંધાવવા.
નવા વર્ષના ચોપડા, કમ્પ્યૂટર સ્ટેશનરી ખરીદવા માટેનાં શુભમુહૂર્ત
૧. આસો વદ નોમ, શુક્રવાર, તા.૧૩ ઓક્ટોબર, ૨૦૧૭, પુનર્વસુ-પુષ્ય નક્ષત્ર ઉત્તમ, સવારે ૬.૩૬થી ૧૦.૫૮, બપોરે ૧૨.૦૧થી ૧૩.૫૨, બપોરે ૧૩.૩૬થી સાંજે ૧૬.૩૬ સુધી તથા સાંજે ૧૬.૪૮થી ૧૮.૧૫. સાથે જ સોનું, ચાંદી, ઝવેરાત ખરીદવા માટે પણ ઉત્તમ અને સિદ્ધયંત્રોની સ્થાપના માટે પણ ઉત્તમ દિવસ છે.
ધનતેરસ, આસો વદ-૧૩, મંગળવાર, તા.૧૭ ઓક્ટોબર :
આ દિવસે સવારે ૮.૩૮થી બપોરે ૧૩.૫૧ સુધી ચલ, લાભ, અમૃત ચોઘડિયાં શ્રેષ્ઠ, શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ, તેમજ વિજય અભિજિત મુહૂર્ત સમન્વિત ઉત્તમ.
બપોરે ૧૫.૧૮થી સાંજે ૧૮.૩૮ શુક્ર, બુધ અને ચંદ્રની હોરા તેમજ શુભ ચોઘડિયું, લક્ષ્મીવૃદ્ધિકર્તા.
રાત્રે ૧૯.૩૮થી ૨૧.૧૮ બળવાન ગુરુની હોરા, લાભ ચોઘડિયું શ્રેષ્ઠ
મોડી રાત્રે ૨૨.૫૨થી ૨૭.૩૨ સુધી શુભ, અમૃત, ચલ ચોઘડિયાં, શુક્ર-બુધ-ચંદ્રની શ્રેષ્ઠ હોરા, ધન પૂજા કરવી. જેઓ ચોપડા ન લાવ્યા હોય, તેઓ ચોપડા લાવી શકે છે.
આ સમયગાળા દરમિયાન પૂજન, ધન્વન્તરિ ભગવાનનું પૂજન, શ્રીયંત્ર, કુબેરયંત્ર અથવા કનકધારા યંત્રનું પૂજન કરવું અથવા નવા યંત્રોનું સ્થાપન કરી શકાય. ઉપાસના મંત્ર – આ દિવસે ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: – મંત્રનો જાપ કરવાથી દરિદ્ર અવસ્થા દૂર થાય છે.
કાળીચૌદસ-નર્ક ચતુદર્શી, આસો વદ-૧૪, બુધવાર, તા.૧૮ ઓક્ટોબર
કાળીચૌદસની રાત્રિએ મહાકાળી, ભૈરવ, હનુમાન, નરસિંહ તથા સમસ્ત વીર-પીર તમામ દેવોની મહાપૂજા, આરાધના કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ અને નડતરો દૂર થાય છે. આ દિવસે પૂજા કરવી. સવારે ૮.૫૮થી રાત્રિ પર્યંત ઉગ્ર દેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે. ઉપાસના મંત્ર ઓમ્ ક્રીં, કાલી કાલી મહાકાલી, કે પરમેશ્વરી, સર્વદુ:ખ હરેદેવી, મહાકાલી નમોસ્તુતે, ઓમ્ હરિમર્કટ મર્કટાય સર્વકાર્ય સિદ્ધિકરાય હું હનુમતે નમ:
દિવાળી, શારદા-ચોપડાપૂજન, ગુરુવાર, તા.૧૯ ઓક્ટોબર:
દિવાળીની મુખ્ય ત્રણ રાત્રિ એ શક્તિઓની રાત્રિ ગણાય છે. જે અંતર્ગત ધનતેરસે મહાલક્ષ્મીજીની રાત્રિ, બીજી કાળીચૌદસ મહાકાળીજીની રાત્રિ અને ત્રીજી દિવાળીએ મહાસરસ્વતીજીની રાત્રિ. ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ પૂજન ન થાય તો દિવાળીના દિવસે, ત્રણે દેવીઓનું સ્થાપન-પૂજન કરવું, જેથી નવું વર્ષ સફળ રહે છે.
જેના શુભ સમય આ મુજબ છે:
૧. સવારે ૬.૩૯થી ૮.૪૯ સુધી તુલા લગ્ન બળવાન, શુભ ચોઘડિયું, ગુરુની હોરા (કર્ક-વૃશ્ચિક-મીન રાશિ સિવાય) શ્રેષ્ઠ.
૨. સવારે ૦૮.૪૯થી ૧૧.૦૫ સુધી સ્થિર વૃશ્ચિક લગ્ન, શુક્ર-બુધની હોરા શ્રેષ્ઠ તેમજ ચલ ચોઘડિયાંનો પ્રારંભ (મેષ-સિંહ-ધન રાશિ સિવાય)
૩. બપોરે ૧૧.૦૫થી ૧૩.૦૧ ધન લગ્ન. ચંદ્રની હોરા, લાભ, શુભ ચોઘડિયું ઉત્તમ, વિજય અભિજીત મુહૂર્ત. (વૃષભ, ક્ધયા અને મકર રાશિ સિવાય)
૪. બપોરે ૧૩.૧૦થી ૧૪.૫૭ મકર લગ્ન, ગુરુની હોરા, અમૃત ચોઘડિયું શ્રેષ્ઠ. (મિથુન-તુલા-કુંભ રાશિ સિવાય)
૫. બપોરે ૧૪.૫૭થી ૧૬.૩૦ સ્થિર કુંભ લગ્ન, ગુરુની હોરા ઉત્તમ. (કર્ક-વૃશ્ચિક-મીન રાશિ સિવાય)
૬. સાંજે ૧૬.૩૦થી ૧૮.૦૧ મીન લગ્ન, શુભ ચોઘડિયું ઉત્તમ, શુક્ર-બુધની હોરા ઉત્તમ. (મેષ-સિંહ-ધન રાશિ સિવાય)
૭. સાંજે ૧૮.૦૧થી ૧૯.૪૧ મેષ લગ્ન, અમૃત ચોઘડિયું ઉત્તમ (વૃષભ-ક્ધયા-મકર રાશિ સિવાય)
૮. સાંજે ૧૯.૪૧થી ૨૧.૩૯ બળવાન સ્થિર વૃષભ લગ્ન, ગુરુની હોરા, ચલ ચોઘડિયું (મિથુન-તુલા-કુંભ રાશિ સિવાય)
૯. રાત્રે ૨૩.૫૩થી ૨૬.૦૮ કર્ક લગ્ન. શુક્ર-બુધની હોરા ઉત્તમ, લાભ ચોઘડિયું શ્રેષ્ઠ (મેષ, સિંહ, ધન રાશિ સિવાય)
૧૦. રાત્રે ૨૬.૦૮થી ૨૮.૨૦ બળવાન સ્થિર સિંહ લગ્ન, શુભ ચોઘડિયું, ચંદ્રની હોરા ઉત્તમ (વૃષભ-ક્ધયા-મકર રાશિ સિવાય)
૧૧. રાત્રે ૨૮.૨૦થી ૩૦.૩૦ ક્ધયા લગ્ન. અમૃત ચોઘડિયું ઉત્તમ. બ્રાહ્મમુહૂર્ત શ્રેષ્ઠ (તુલા-કુંભ-મિથુન રાશિ સિવાય)
વિક્રમ સંવત-૨૦૭૪માં, નવા વર્ષે પેઢી ખોલવાના મુહૂર્ત
નૂતન વર્ષે પેઢી ખોલવાનાં મુહૂર્ત
૧. કારતક સુદ-૧, શુક્રવાર, તા.૨૦ ઓક્ટોબર, ૨૦૧૭ સવારે ૬.૪૦થી ૧૦.૫૮ ચલ-લાભ-અમૃત ચોઘડિયાં ઉત્તમ , શુક્ર-બુધ-ચંદ્ર-ગુરુની હોરાઓ શ્રેષ્ઠ. બપોરે ૧૨.૨૫થી ૧૩.૫૧માં વિજય અભિજિત મુહૂર્ત, શુભ ચોઘડિયાંનો સમન્વય શ્રેષ્ઠ
૨. કારતક સુદ-૨, શનિવાર, તા.૨૧ ઓક્ટોબર, ૨૦૧૭ સ્વાતિ નક્ષત્ર, સવારે ૭.૪૦થી ૯.૩૨ શુભ ચોઘડિયું અને ગુરુની હોરા, સિદ્ધિ યોગ શ્રેષ્ઠ, બપોરે ૧૨.૦૧થી ૧૨.૪૮ વિજય અભિજીત મુહૂર્ત, શુક્ર-ચંદ્રની હોરા શ્રેષ્ઠ
૩. લાભ પાંચમ, કારતક સુદ-૫, બુધવાર, તા.૨૫ ઓક્ટોબર, ૨૦૧૭ સવારે ૬.૪૨થી ૯.૩૨ લાભ-અમૃત ચોઘડિયાં ઉત્તમ, બુધ-ચંદ્રની હોરા શ્રેષ્ઠ, સવારે ૧૦.૫૮થી બપોરે ૧૨.૨૩ સુધીમાં શુભ ચોઘડિયું શ્રેષ્ઠ.