૨૩મી ફેબ્રુઆરીથી મોરારીબાપુ અમદાવાદમાં : નવ દિવસીય કથા
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અમદાવાદમાં ૨૩મી ફેબ્રુઆરીથી નવ દિવસીય રામકથાનું આયોજન થનાર છે જેમાં પૂ.મોરારીબાપુ મહાત્માના પ્રેરણા સ્ત્રોત કસ્તુરબા ગાંધીને ટ્રીબ્યુટ આપશે. પોતાના સરળ અને ચોંટદાર શબ્દોથી લોકચાહના મેળવેલ પૂ.મોરારીબાપુ સ્વયંમ હજારો લોકોનો પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ દ્વારા આ રામકથાનું આયોજન થનાર છે. જેના ટ્રસ્ટી ગીરીશ દાનીએ કહ્યું હતું કે, ગાંધીજીની ક્ષમતા અને મજબૂતાઈનું કારણ કસ્તુરબાજી રહ્યાં હતા. જો કે તેના જીવનકાળ કે આત્મકથામાં કસ્તુરબાનો રોલ વધુ નજરે પડયો નથી. માટે મોરારીબાપુની કથા કસ્તુરબા ગાંધીને સમર્પીત કરવામાં આવશે.
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી રહ્યું છે ત્યારે કથામાં આવનાર લોકો સ્વતંત્ર ભારતનો સંઘર્ષ અને ત્યારબાદની સ્થિતિ પણ નિહાળી શકે તે માટે થીમ ઉભી કરવામાં આવી છે. આ પૂર્વે પણ મોરારીબાપુ થીમ મુજબ કથા કરી ચૂકયા છે જેમાં સ્વચ્છતા, મંદિર, મૃત્યુ, કૈલાશ પર્વત જેવી વિવિધ થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કસ્તુરબા ગાંધીએ તેના પતિ વિશે કેટલાક એવા વ્યાખ્યાનો ક્હ્યાં છે જેમ કે,મારા જેવો પતિ તો દુનિયામાં પણ કોઈને નથી મળ્યોથ, સત્ય થી આખા જગતમાં તે પૂજાય છે, હજારો તેની સલાહ લેવા આવે છે, હજારોને તેઓ સલાહ આપે છે, મારા પતિને લીધે તો હું આખા જગમાં પૂજાવ છું આ પ્રકારના વ્યાખ્યાનો ઉપરથી સમગ્ર થીમ બનાવવામાં આવી છે જે મહેમાનોના આમંત્રણ કાર્ડમાં પણ દર્શાવાશે.
આ જ પ્રકારની કથાનું આયોજન ૨જી ઓકટોમ્બરના રોજ દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે મોરારીબાપુ દિલ્હીમાં વ્યાસપીઠ પર બિરાજશે. અમદાવાદમાં યોજાનાર નવ દિવસીય કથા દરમિયાન ૧ લાખથી વધુ ભક્તો પ્રસાદ લેશે.