- મોહનજી ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી
- મોહનજી ભાગવતે ‘શ્રીમદ રાજચંદ્રજી’ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો
- દેશ-વિદેશનાં 150 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની મેડિકલ સેવાઓ આપવામાં આવશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતે ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી હતી. જ્યાં મોહનજી ભાગવતે ‘શ્રીમદ રાજચંદ્રજી’ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો. ત્યારબાદ ગુરુદેવ રાકેશજીના સથવારે જિનમંદિર જઈ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજ રોજ ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી.
જ્યાં મોહનજી ભાગવતએ ‘શ્રીમદ રાજચંદ્રજી’ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો ત્યારબાદ ગુરુદેવ રાકેશજીના સથવારે જિનમંદિર જઈ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા હતા. આ અવસરે મોહનજી ભાગવતનાં હસ્તે શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કરાયું અને ધરમપુર રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત ચાર દિવસીય મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું દીપ પ્રજ્વલિત કરી ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ-વિદેશનાં 150 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની મેડિકલ સેવાઓ આપવામાં આવશે.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત બાદ મોહનજી ભાગવતએ સદગુરુધામ, બરૂમાળની મુલાકાત લીધી હતી જ્યાં પરમ પૂજય વિદ્યાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરી તેમની જોડે વાર્તાલાપ કર્યો હતો.