લોકો પોતાની સમસ્યાઓ હવે સાંસદ કુંડારીયાનાં નવા કાર્યાલય ખાતે આવીને વ્યકત કરી શકશે: ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી સહિતનાં મહાનુભાવો રહ્યા ઉપસ્થિતિ
રાજકોટ લોકસભા ૧૦ ના સાંસદ મોહન કુંડારીયાનું રાજકોટના એમેઝોન બિલ્ડીંગ, રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતે નવનિર્મિત કાર્યાલય ને આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. આ તકે રાજકોટ ભાજપ ના તમામ શ્રેણીના કાર્યકરો તેમજ મનપાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યાલય થકી હવે થી સાંસદ ને લગતા રાજકોટની જનતાના તમામ કાર્યો હવે થી મોહન કુંડારીયાના જનસંપર્ક કાર્યાલય ખાતે થી કરવામાં આવશે. લોકો તેમની સમસ્યાઓ લઈને કાર્યાલય ખાતે રજુઆત કરી શકશે અને તેનું ત્વરિત ધોરણે નિરાકરણ આવશે તેવું મોહન કુંડારીયા એ વચન આપ્યું છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ખાસ ઉપસ્થિતિ આપી, કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યું હતું.
આ તકે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ અને મોરબી એ બન્ને તેમની કર્મભૂમિ છે ત્યારે હવે રાજકોટ ની જનતા ના પ્રશ્નોનો સરળતા થી ઉકેલ થાય અને તેઓ તેમના સાંસદ ને સરળતાથી મળી શકે તે ઉદેશ્ય સાથે આ કાર્યાલય ની શરૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે મોરબીમાં તો આશરે ૩૫ વર્ષ થી તેઓ જનસંપર્ક કાર્યાલય ધરાવે છે અને જાહેરજનતા ને સમયાંતરે મળે છે પરંતુ હવેથી રાજકોટ ની જનતા પણ મને સરળતા થી મળી શકે અને રજુઆત કરી શકે તે પ્રકાર નું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ કાર્યાલય ના માધ્યમ થી પ્રજાના તમામ પ્રકાર ના પ્રશ્નો નો ઉકેલ આવશે અને લોકોને અહીંથી સંતોષકારક જવાબ મળશે.