સાસંદ મોહનભાઈ કુંડારીયા પડધરી ની મુલાકાતે આવ્યા હતા. પડધરી ખાતે આવેલ મોહનભાઈની કાર્યાલય તેઓ વહેલી સવારે આવી પડધરી તાલુકાના હાલચાલ અને લોકોના પ્રશ્નોના નિવારણ માટે ખાસ મુલાકાત લીધી હતી. આ તકે મોહનભાઈની સાથે પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા, પડધરી ગ્રામ પંચાયત સરપંચ ડો. વિજયભાઈ પરમાર, પડધરી તાલુકા ભાજપ મહામંત્રી મનોજભાઈ પેઢડીયા, પ્રદ્યુમનભાઈ સાતા, વિનોદભાઈ દવે વગેરે પડધરી તાલુકાના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોહનભાઈએ ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરતા તાલુકા ને સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરી હતી. મોહનભાઈ પોતાની સાંસદની જરૂરી ગ્રાન્ટ પણ પડધરીમાં ફાળવશે. પ્રજાને કોઈપણ જાતની મુશ્કેલી અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા અથવા તો મોહનભાઈ નો ડાયરેક્ટ સંપર્ક કરવાનું પણ કહ્યું હતું.
Trending
- Gujarat : આ બીચ પર બનતી રહે છે પેરાનોર્મલ ઘટનાઓ !!!
- ભરૂચ : અંકલેશ્વર GIDCમાં લાગી આગ
- અમદાવાદ પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય…
- સ્માર્ટ ગ્રાહકની સ્માર્ટ ચોઇસ એટલે સ્માર્ટ મીટર
- નલિયા : તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ
- આણંદ: સીલ કરવામાં આવેલ દરેક હોટલ રેસ્ટોરન્ટ પાસેથી અધધ… આવક
- ખેતરમાં લીમડાનું મહત્વ એવું છે જે “દવા પણ છે અને ઢાલ પણ.”
- Jio લોન્ચ કરશે ઇલેક્ટ્રિક સાયકલ, અફવા કે હકીકત…?