શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા પર્વ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપની વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અંતર્ગત માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહિતનાએ જણાવ્યું હતું કે, રાજયમાં છઠ્ઠી વખત ભાજપાની સરકાર બની છે અને બીજી વખત રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ ‚પાણી રાજયનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતભરમાં ભાજપા દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેર ભાજપ દ્વારા જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, મકરસંક્રાંતિ જેવા વિવિધ પર્વોની ધામધુમથી ઉજવણી કરી શહેરીજનોને સામેલ કરી એક સામાજીક સમરસતા જળવાય તેવો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષથી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં ડી.જે.ના સથવારે દાંડીયા રાસની રમઝટ અને રંગબેરંગી કલરોની છળો અને પુષ્પવર્ષાથી કેસરીયો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે કયુર્ં હતું.
આ કાર્યક્રમમાં પ્રફુલ કાથરોટીયા, કંચનબેન સિઘ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકિયા, કલ્પનાબેન કિયાડા, અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, અશોક લુણાગરીયા, પરેશ પીપળીયા, માધવ દવે, પ્રદીપ ડવ, પુષ્કર પટેલ, લલીત વાડોલીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કિરણબેન માકડિયા, નાનજીભાઈ પારઘી, રાજેન્દ્રસિંહ ગોહિલ, હેમુભાઈ પરમાર, સંજય ગોસ્વામી, સી.ટી.પટેલ, કાનાભાઈ ડંડૈયા, રમેશ પંડયા, આશીષ ભટ્ટ, હિરેન ગોસ્વામી, અંજનાબેન મોરજરીયા, મનીષ રાડીયા, અશ્ર્વિન મોલીયા, પ્રીતીબેન પનારા, મીનાબેન પારેખ, શીલ્પાબેન જાવીયા, બીનાબેન આચાર્ય, વર્ષાબેન રાણપરા, મુકેશ મહેતા, શામજીભાઈ ચાવડા, અનિલ મકવાણા, ગૌતમ વાળા, પરાગ મહેતા, નરેશ પ્રજાપતિ, નિલેશ ખુંટ, જયોતીબેન લાખાણી, ભરત કુબાવત, ડો.પ્રિતેશ પોપટ, કિશન ટીલવા, શૈલેષ હાપલીયા, કિરણબેન પાટડીયા, અનિલ લીંબડ, નરશીભાઈ કાકડીયા, દશરથસિંહ જાડેજા, પ્રભાબેન વસોયા, યોગેશ ભટ્ટ, મયુર શાહ, અલ્કાબેન કામદાર, દેવયાનીબેન માકડ, નીનાબેન વજીર, જેન્તી ધાધલ, હિતેશ જોષી, ઉદય જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, હરીશ ફીચડીયા, પી.નલારીયન, રામભાઈ ચાવડા, વીજય મેર, ઈન્દ્રીશ ફુફાડ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.