માત્ર ત્રીસ વરસના ગાળામાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છની ભૂમિના ગામડે ગામડે ફરી સત્સંગની સરિતા વહેવડાવના ભગવાન સ્વામિનારાયણનું જેટલું મહત્વ છે તેટલું જ માણકી ઘોડીનુ મહત્વ છે ભગવાન સ્વામિનારાયણની મરજી પ્રમાણે માણકી ઘોડી દોડતી રહી હતી.
માણકી ઉપર જયારે મહારાજ અસ્વાર ઇને વડતાલ જવા તૈયાર થયા ત્યારે લાડુબા અને જીવુબાએ માણકીની વૃત્તિ ખેંચી લીધી ને માણકી ફરંટી ખાઇને પાછી દરબાર ગઢમાં આવી. જ્યારે બંન્ને બહેનોએ મહારાજને વડતાલ રજા આપી ત્ચારેજ માણકી દરબાર ગઢમાંથી પવન વેગી વડતાલ જવા રવાના થઇ હતી. કહેવાય છે કે માણકી ઘોડી ગરુડનો અવતાર હતી. મીણાપુરના દરબારે મહારાજને માણકી સોંપી હતી .આ માણકી મેળવવા માટે ગાયકવાડ સરકારના સેનાપતિ બાબા સાહેબે ખૂબ જ પ્રયત્ન કરેલ પણ તે મેળવી શક્યા નહી.
ભગવાન સ્વામિનારાયણ સ્વધામ સીધાવ્યા પછી માણકી ઘોડીએ ખાવા પીવાનું પણ છોડી દીધું હતું. મહારાજ ધામમાં ગયા પછી સતત તેની આંખોમાંથી અશ્રુઓ ટપકતા હતા. અંતે મહારાજ ગયા પછી તેરમાને દિવસે માણકી ધામમાં સીધાવી. આચાર્ય રઘુવીરજી મહારાજ અને મોટા સંતોએ લક્ષ્મીબાગમાં જ તેના ર્પાવિ દેહના અંતિમ સંસ્કાર કરેલ હતા.
આ મોહનની માણકીના જીવન આધારિત સંગીત સો રંગારંગ કાર્યક્રમ મેમનગર અમદાવાદ ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં ચાલતા ૪૨ મા જ્ઞાનસત્રની પૂૂર્ણાહૂતિની પૂર્વ સંધ્યાએ રાજકોટ દેવ ઉત્સવ મંડળના સભ્યો દ્વારા યોજાયો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમયોચીત કીર્તન ગાઇ સાથ આપનાર હસમુખભાઇ પાટડીયા, વિજયભાઇ ભરાડ તેમજ કોરસમાં કંઠ આપનાર જયસુખભાઇ રાણપરા, ખુશાલભાઇ પાટડીયા, ગૌતમભાઇ અંબાસણા, હર્ષિલભાઇ પાટડીયા, અર્ચિત પાટડીયા વગેરે રહ્યા હતા.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામી, શામજી ભગત, ધર્મવત્સલદાસજી સ્વામી, કનુભગત તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંગીતકારોને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ હાર પહેરાવી અભિનંદન આપ્યા હતા.