અન્ન અને પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાનને પ્રદેશની જાહેર વિતરણ પ્રણાલી મુદ્દે ધારદાર રજૂઆત કરી
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે કુપોષણ મુક્ત અભિયાનમાં પહેલુ પગલુ ભર્યું છે. આજે દિલ્હીમાં ખાદ્ય તેમજ ઉપભોગતા મંત્રાલયમાં અન્ન અને પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાનની રૂબરૂ મુલાકાત લઈ લેખીત આવેદન દ્વારા પ્રદેશની જાહેર વિતરણ પ્રણાલી બાબતે ધારદાર રજૂઆત કરી છે અને પ્રદેશની તમામ સસ્તા અનાજની દુકાનમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રાજયમાં ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. સાંસદ મોહન ડેલકરે સૌપ્રમ મંત્રીઓનું ધ્યાન કેન્દ્રીત કર્યું કે, પ્રદેશમાં ૬૦ ટકા જેટલી વસ્તી આદિવાસીની છે તેમાં ૮૦ ટકા જેટલી વસ્તી (સરકારી આંકડા મુજબ) કુપોષણી પીડાય છે જે ખૂબજ ગંભીર અને ચિંતાજનક છે. આ સમસ્યાનું સમાધાન લોકોમાં જરૂરી જાગૃતી લાવવા તેમજ જાહેર વિતરણ પ્રણાલીમાં સુધારો લાવી ગુણવત્તાયુક્ત ખાદ્ય પર્દાો ઉપલબ્ધ થાય તે જરૂરી છે. લોકોમાં ખાનપાનની આદતોમાં જરૂરી સુધારો આવે તે અમારો ઉદ્દેશ છે.
સાંસદે મંત્રીઓને ખાસ ધ્યાન દેવડાવ્યું કે જેમાં દાદરાનગર હવેલીમાં જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા માત્ર ઘઉં, ચોખા જ મળે છે. તેમાં પણ યોગ્ય ગુણવત્તા હોતી ની. જ્યારે ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રમાં ગરીબ પરિવારોને ઘઉં તા ચોખાની સાથે સાથે ખાંડ, તેલ, કેરોસીન અને મીઠુ પણ મળે છે. જેી દાદરાનગર હવેલીમાં પણ તમામ સામગ્રીઓ મળવી જોઈએ તેવી રજૂઆત કરી. આ ઉપરાંત ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ૧ થી ૮ ધોરણમાં ભણતી દિકરીઓને સ્પેશ્યલ કીટ દ્વારા ૧૦ કિલો ઘઉં, ચોખા, દાળ વગેરે સીઝન પ્રમાણે આપવામાં આવે છે. આ પ્રમાણની વ્યવસ્થા જો દાદરાનગર હવેલીમાં કરવામાં આવે તો કુપોષણનો આંકડો જે ભયજનક રીતે વધી રહ્યો છે તેમાંથી ગરીબ આદિવાસી પરિવારો બહાર નીકળી શકે અને તેને બચાવી શકાય. મોહન ડેલકરની ગુણવત્તાયુકત ખાદ્ય સામગ્રીની વાતને મંત્રી રામવિલાસ પાસવાને આસવાસન આપ્યું છે.