આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે જેમને રામ મંદિર બનાવવું છે, પહેલા તેમણે પોતે રામ બનવું પડશે. મંદિર બનાવવામાં ઊભી થનારી મુશ્કેલીઓને તો દૂર કરી દેવામાં આવશે. બુધવારે ભાગવત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે મધ્યપ્રદેશના ઓરછા પહોંચ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકના ઉડુપીમાં ધર્મ સંસદમાં તેમણે કહ્યું હતું કે રામ જન્મભૂમિ પર બીજું કંઇ નહીં, પણ ફક્ત રામ મંદિર જ બનશે. આ અમારી આસ્થાનો મામલો છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
રામ મંદિરનું નિર્માણ ઇચ્છા નહીં, સંકલ્પ છે
સંઘ પ્રમુખે કહ્યું, “રામજી મંદિર બની રહ્યું છે. અમારી-તમારી ફક્ત ઇચ્છા નથી, આ અમારો-તમારો સંકલ્પ છે. આ સંકલ્પને આપણે પૂરો કરીશું.”
“1988થી પડ્યું છે. બનશે…બનશે. હજુ સુધી નથી બની રહ્યું. બાકી નાની-મોટી મુશ્કેલીઓ છે. મુખ્ય મુશ્કેલી એ છે કે, જેમને રામ મંદિર બનાવવું છે, તેમને કેટલાક અંશે પોતે રામ બનવાનું છે. તે કામ આપણે જેટલું કરીશું, તેટલા પ્રભુ રામજી જલ્દીથી જલ્દી અહીંયા અવતરિત થશે.”
“મંદિરમાં પોતાની જન્મભૂમિમાં સ્થાપિત થશે. પોતાના માટે એક ભવ્ય પરિવેશ આપણા હાથથી, તેમની ઇચ્છા તેઓ બનાવી લેશે. તેમાં શંકા કરવાનું કોઇ કારણ નથી. આ જ થશે બીજું કંઇ નહીં થાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com