ચાર્જશીટમાં કલમ ૩૦૭ અને કલમ ૩૭૬ પડતી મુકાતા શામીને રાહત

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમદ શામી વિરુધ્ધ કલકત્તા પોલીસે અલીપોર પોલીસ કોર્ડ ખાતે નોન બેલેબલ ઓફેન્સનો ચાર્જ કર્યો છે. ચાર્જશીટમાં શામીને સેકશન ૪૯૮-એ એટલે કે, દહેજને લઈ હેરાનગતિ અને ૩૫૪-એ એટલે સેકસ્યુઅલ હેરેસમેન્ટનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. મોહમદ શામી તાજેતરમાં ઓસ્ટ્રેલીયા સામેની વન-ડે સીરીઝમાં ૪ વનડેમાં ૫ વિકેટો લીધી હતી. ગયા વર્ષે શામીની પત્ની હસીન જહાએ તેના પર બેવફાઈનો આરોપ લગાવ્યો હતો તથા તેને ફેસબુકમાં વોટ્સએપના સ્ક્રીન શોટ પણ શેયર કર્યા હતા.

વધુમાં મોહમદ શામીની પત્ની હસીન જહાએ જણાવતા કહ્યું હતું કે, મોહમદ શામી અન્ય છોકરીઓ છોડે મોહક વાતો કરતો હતો અને જયારે તેનો વિરોધ કરવામાં આવતો તો તે તેના ઉપર બેરહેમીપૂર્વક માર મારતો હતો જે સંદર્ભે તેના વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોહમદ શામીની પત્ની હસીન જહા દ્વારા મોહમદ શામી અને તેના ભાઈ હાસીબ અહેમદ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

પરંતુ એક વાતની પુષ્ટી એ પણ થાય છે કે, મોહમદ શામી પરનો જે ઘરેલુ હિસાના કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેનો ગાળીયો તેના પર ઢીલો થયો છે. કારણ કે કલમ ૩૦૭ જે અટેમ્પ્ટ ટુ મર્ડર તરીકે ઓળખવામાં આવે છે જયારે ૩૭૬ જે પનીશમેન્ટ ફોર રેપ તરીકે ઓળખાય છે તે આ બન્ને કલમમાંથી તેને રાહત મળી છે. એટલે જે મુખ્ય સમસ્યા અને જે પ્રમુખ તકલીફથી મોહમદ શામી પીડાઈ રહ્યો હતો તેનાથી તેને રાહતનો શ્વાસ મળ્યો છે તે વાતની પણ પુષ્ટી થઈ રહી છે.

મોહમદ શામી પર લાગેલી બન્ને કલમોના આધાર પર આઈપીએલ અને ટીમ ઈન્ડિયા તરફથી તેને ક્રિકેટ રમવા માટે અનેકવિધ ચુનોતી અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વાત સામે આવી રહી છે કે તેની પત્નીએ મોહમદ શામી પર ઘરેલુ હિંસા થતાંના એક વર્ષ પછી તેના પર ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે ૨૩ માર્ચથી શરૂ થતાં આઈપીએલ અને ત્યારબાદ ઈંગ્લેન્ડ ખાતે વર્લ્ડકપમાં જનારી ભારતીય ટીમ માટે મોહમદ શામી ખુબજ મહત્વપૂર્ણ સાબીત થશે. જેથી હાલ મોહમદ શામી પર લગાવેલા આરોપોથી ટીમ ઈન્ડિયા પણ ચિંતીત દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.