દક્ષિણ આફ્રિકા સામેની ૩ ટેસ્ટ મેચ સીરીઝમાંથી પહેલો ટેસ્ટ મેચ ભારતે જીતી લીધો છે ત્યારે અશ્ર્વિન જાડેજા અને શમીની ઘાતક બોલિંગનાં પગલે આફ્રિકાની ટીમ ભારતનાં ઘુંટણીયે પડી ગઈ હતી. મોહમ્મદ શમીએ પોતાની રિવર્સ સ્વીંગની મદદથી તરખાટ મચાવી આફ્રિકાનાં બેટસમેનોને ધુળ ચાટતા કર્યા હતા ત્યારે પાકિસ્તાન ટીમ તરફથી રમતા પૂર્વ પેસ બોલર સોયબ અખતરે મોહમદ શમીને રિવર્સ સ્વીંગનો કિંગ આવનાર સમયમાં બની શકશે તેવું જણાવ્યું હતું. વધુમાં સોયબ અખતરે જણાવ્યું હતું કે, તેઓ હરહંમેશ પાકિસ્તાની પેશ બોલરોને સલાહ આપતા હોય છે પરંતુ મોહમદ શમી નિયમિતપણે તેના સંપર્કમાં રહી ટીપ્સ મેળવે છે.
પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સોયબ અખબરે રોહિત શર્માનાં વખાણ કરતા પણ થાકયા ન હતા. તેમણે જણાવ્યું હતું કે, જે રીતે પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માએ બે સદી ફટકારી તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, ભારતીય ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા અચુકપણે હોવા જોઈએ. નિયમિત સમય પર જો તેને ટેસ્ટ મેચમાં રમાડવામાં આવે તો તે સારામાં સારો ટેસ્ટ પ્લેયર પણ બની શકે છે. અખતરે જણાવ્યું હતું કે, આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે તેમાં મોહમ્મદ શમીનો ભાગ મહત્વપૂર્ણ છે અને તેને બોલીંગ કરવી તે સુચન પણ કરવામાં આવ્યું હતું. ૫૦ ઓવરનાં વર્લ્ડકપમાં ભારતને જયારે નિરાશા પ્રાપ્ત થઈ હતી ત્યારે શમીએ અખતરને બોલાવી પુછયું હતું કે, કેવી રીતે ભારતીય ટીમમાં સારું પ્રદર્શન કરી શકે ? ત્યારે તેમનાં સુચન પર કાયમ રહી જે રીતે શમીએ કામગીરી અને અથાગ મહેનત કરી તેનાં કારણે તેને અનેકગણો લાભ પ્રાપ્ત થયો હતો.
અંતમાં તેને પાકિસ્તાનનાં પેસ બોલરોની ઝાટકણી કરી જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાસે સારામાં સારા પેશ બોલરો હોવા છતાં તે કોઈ દિવસ મદદ લેતા નથી જે સૌથી મોટી કમનશીબી છે.