ગુજરાત એટીએસની ટીમે લશ્કરે તોયબાના આંતકી અને ગુજરાતમાં 108 કિલો ચરસનો જથ્થો ઘસાડનારને પકડવામાં મળી સફળતા

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા લશ્કરે તોયબાના આંતકી મોસ્ટ વોન્ટેડ બિલાલ અહેમદ દારને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધો છે. આ ઉપરાંત ગુજરાતમાં 108 કિલો ચરસ ઘુસાડવામાં સંડોવાયેલા શખ્સને પણ ઝડપી લેવામાં સફળતા મળી હોવાની રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી એટીએસની ટીમની પીઠ થાબડી છે.

કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 15 વર્ષ પહેલાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં લશ્કરે તોયબાના આંતકી બિલાલ અહેમદ દાર નામના કાશ્મીરી શખ્સની સંડોવણી બહાર આવી હતી. લાંબા સમયથી વોન્ટેડ બિલાલ અહેમદ દાર કાશ્મીરના બારામુલ્લા ખાતે છુપાયો હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધો હતો. બિલાલ દારની પૂછપરછ પૂછપરછ દરમિયાન ગુજરાતના કેટલાક શખ્સોને કેરલના મદ્રેશા ખાતે મોકલી આંતકી ટ્રેનિંગ આપી બાદ બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો આ ઉપરાંત ગુજરાતના 15 જેટલા શખ્સોને પીઓકે ખાતે આંતકી ટ્રેનિંગ માટે મોકલ્યાનો ઘટસ્ફોટ થયો છે.

ગુજરાત એટીએસની ટીમે બિલાલ અહેમદ દાર ઉપરાંત ગુજરાત 108 કિલો ચરસનો જથ્થો મોકલવાના ગુનામાં સંડોવાયેલા હુસેન અલી દારને કાશ્મીરના અનંતનાગથી ઝડપી લેવામાં સફળતા મળી છે. રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ એટીએસની ટીમની કામગીરી બિરદાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.