૧. ક્રોધ કષાય રહિત જીવન!
મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ શ્રીમદ્દ રાજચંદ્રજી વિષે જણાવે છે કે શ્રીમદ્દજીએ મોહના ઘરમાં રહીને જ મોહને જર્જરિત કર્યો, મહાત કર્યો, એ તો એમના જેવા અપવાદ‚પ ઓલિયા ધીરપુરુષ જ કરી શકે.
આવા મોહવિજેતા વીતરાગી પુરુષના જીવનમાં બનેલી ઘટનાઓ જોઇશું તો તેઓશ્રીને પણ પણ તીવ્ર કષાયનો ઉદય આવતો હતો પણ આવા કષાયના ઉદય પ્રસંગે તેઓશ્રી નિ:સ્પૃહ બનીને જળકમળવત રહેતા હતા.
ક્રોધનો ઉદય થાય તેવા અનેક પ્રસંગો તેઓશ્રીના જીવનમાં બન્યા હતા. પરંપરાગત રસ્તે ચાલ્યા આવતા ધર્મમાં માન્યતા ધરાવતા લોકો વીતરાગપ્રણીત સતધર્મના મૂલ્યો સમજી શકતા ન હોવાથી ઉગ્ર વિરોધ નોંધાવતા હતા. આવા પ્રસંગોમાં પણ સમાનતા ધારક શાંતમૂર્તિ શ્રીમદ્દ રાજચંદ્રજી વિચલીત થતા ન હતા.
વડવા મુકામે આવો એક પ્રસંગ બન્યો હતો. એક વખત શ્રીમદ્દ રાજચંદ્રજી પરંપરાથી ચાલ્યા આવતા કુળધર્મના આગ્રહની માન્યતા સંબંધી ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે ગટોરભાઇ નામના એક શ્રાવકે ઊભા થઇ ક્રોધના આવેશમાં ઉગ્ર ભાષામાં મુહપત્તી બાંધવા સંબંધી આગ્રહ કરતું વિધાન કર્યુ. અતિ ક્રોધાવેશમાં ગટોરભાઇના હાથપગ અને મોઢું ધ્રુજતા હતા. કોઇ પણ વ્યકિતને ક્રોધ આવી જાય એવી પરિસ્થિતિમાં પણ તેઓશ્રીએ કોઇ પણ પ્રકારનો પ્રતિભાવ આપ્યા વગર ખુબ જ શાંત ચિત્તે મુતપત્તીનું વિધાન સાંભળ્યા પછી પેલા ભાઇને કહ્યું કે, જે કહેવું હોય તે ધીરજથી કહેવું જોઇએ. જે સ્થાને મુકત થવાય તે જ સ્થાને જીવને બંધન થાય તો પછી બીજા કયા સ્થાને લઇ શકાશે ?
ર. માન કષાય રહિત જીવન:
શ્રીમદ્દ રાજચંદ્રજી જેવા નિર્મોહી પુરુષના જીવનમાં માન કે અહંકારને સ્થાન જ નહોતું. તેઓશ્રીએ કયારેય પોતાની અચિંત્ય શકિતનો, અદ્દભુત સ્મરણશકિતનો, શતાવધાનના પ્રયોગોથી પ્રાપ્ત થયેલ પ્રસિઘ્ધીનો કે લગભગ બધી જ સાચી ઠરતી જયોનિષવિઘાનો કે વિવિધ પ્રકારે પ્રટયેલી લબ્ધિઓનો અહંકાર કર્યો ન હતો. આત્મિક વિકાસમાં બાધા‚પ નિવડે તેવા આ બધા પ્રયોગો તેઓશ્રીએ બંધ કરી દીધા હતા.
એક વાર શ્રીમદ્દ રાજચંદ્ર આણંદની ધર્મશાળામાં બોધ આપતા હતા ત્યારે મોતીભાઇ નામના ગૃહસ્થ ચૌદ પ્રશ્ર્નો પૂછવા આવ્યા હતા. આ પ્રશ્ર્નો પૂછાય તે પહેલા જ તેઓશ્રીએ બોધ આપતા આપતા એ પ્રશ્ર્નોના ઉત્તર આપીદીધા હતા. પરિણામે તે ભાઇ આશ્ર્ચર્ય પામી વિનયપૂર્વક સ્તવના કરવા લાગ્યા. પરંતુ આ ગૃહસ્થવેશમાં જ્ઞાનીને નમસ્કાર કેમ કરાય ? એવી શંકા ઉઠતા, શ્રીમદ્દ રાજચંદ્રજીએ કહ્યું કે, તમારા નમસ્કાર અમારે નથી જોઇતા, અમારે કાંઇ પૂજાવું કે મનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેર નાખવાના છે. આમ તેઓશ્રી નામસન્માન મેળવવાની ભાવનાથી દુર રહી નિ:સ્પૃહ જીવન જીવતા હતા.
૩. માયા કષાય રહિત જીવન:
શ્રીમદ્દ રાજચંદ્રજી જેવા વૈરાગ્યશીલ મહાત્મા વહેવાર અને વ્યાપાર ક્ષેત્રે પ્રવૃત હોવા છતાં લાભ નુકશાની વાતથી અલિપ્ત રહેતા હતા. કોઇ પણ જાતના માયા કપટ વગર સામેવાળા વેપારીની લાગણી દુભવ્યા વગર પોતાનો નફો જતો કરીને તેઓશ્રી સોદાઓ રદ કરી દેતા હતા. સામા પક્ષવાળાને થતા નુકશાનથી બચાવી લેતા તેઓશ્રી કહેતા, રાયચંદ દૂધ પી શકે લોહી નહી. આવા સિઘ્ધાંતનિષ્ડ મહાત્મા હંમેશા માયા કપટથી દૂર રહેતા હતા.
૪. લોભ કષાય રહિત જીવન:
લોભ કષાયને શ્રીમદ્દ રાજચંદ્રજીએ જીતી લીધો હતો. તૃષ્ણા આકાશ જેવી અનંત છે. લોભી મનુષ્યની તૃષ્ણા કયારેય શાંત થતી નથી. જીવની વૃત્તિઓનું પતન ક્રોધ, માન, માયાથી જલ્દી નથી થતું. પણ લોભથી પતન તુરંત જ થાય છે. શ્રીમદ્દ રાજચંદ્રજી જેવા સંતોષી મહાત્માને લોભ કયારેય સ્પર્શી શકયો ન હતો. પરિણામે લાખો ‚પિયાના સોદાઓમાં મળતા નફાનું મહત્વ તેઓશ્રીને કયારેય ન હતું. પરિણામે તેઓશ્રી નુકશાન સહીને પણ આ લાભ જતો કરી દેતા હતા.
વળી ભરી સભામાં તેઓશ્રીએ સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ કર્યો હતો. આવા વલણથી તેઓશ્રીના નિર્દોભીપણા જેવા ગુણોનું દર્શન થાય છે. આમ આ મહા મોહ ઉપજાવે તેવા સંસારમાં રહીને સાધુ જેવું જીવન જીવતા, સતત પરમાર્થ માર્ગનું ચિંતન કરતા આ જ્ઞાનિ મહાત્મા ખરેખર મોહ વિજેતા હતા. રાગદ્રેષથી રહિત હતા. બહુ જ અલ્પ કાળનું આયુષ્ય ભોગવી મોહરાજાને હરાવી પોતાનું જીવન સફળ બનાવી લીધું હતું.