‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક શ્રોતાઓની અતિપ્રિય શ્રેણી નચાલને જીવી લઈએથમાં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વચતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબજ સારા પરંતુ અપ્રચલીત કલાકારો પોતાની કલાને લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા નઅબતકથ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઈએ’ શ્રેણીમાં આજે પ્રસ્તુત થનાર કલાકાર મુળ ભાવનગરના સવાઈનગર હાલ રાજકોટને કર્મભૂમિ બનાવી લોકસંગીત ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જીજ્ઞેશ ગઢવીને લોકસંગીતની કલાનો વારસો પિતા પ્રવિણભાઈ ગઢવી પાસેથી મળ્યો પિતા પણ ખુબ સારા ભજનીક હોય નાનપણથી જ ભજન સાથે લગાવ રહ્યો.

સંતવાણીના આરાધક નારાયણ સ્વામિ, જયદેવ ગઢવી વગેરે કલાકારોના ભજનો સાંભળી તેમાંથી પ્રેરણા મેળવનાર જીજ્ઞેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી જાહેર કાર્યક્રમોમાં પોતાની કલા દ્વારા લોકોની ખૂબજ ચાહના મેળવી છે. યુ ટયુબમાં જીજ્ઞેશભાઈના કંઠે ગવાયેલ જય મોગલમાં ભગુળા વાળી રચનાને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. તો આવે આજે માણશું જીજ્ઞેશ ગઢવીને ભૂલાય નહી ‘ચાલને જીવી લઈએ’

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

કલાકારો

  • કલાકાર જીજ્ઞેશ ગઢવી
  • ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામિ
  • તબલા મહેશ ત્રિવેદી
  • પેડ: કેયુર બુધ્ધદેવ
  • કીબોર્ડ પ્રશાંત સરપદડિયા
  • સાઉન્ડ વાયબ્રન્ટ સાઉન્ડ અનંત ચૌહાણ

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

  • જય ગણેશ…
  • મેલી ચાદર ઓઢકે…
  • દો દિનકા જગમે મેલા…
  • દુહા-છંદ…
  • મેર કરી દે…
  • મોગલ છે મછરાળી…
  • મોગલ આવજો…
  • ધનધન મોગલ તારા…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.