સાતનાગીર ગેંગ, છારા ગેંગ, તાજીયા ગેંગ, ઘારાગઢ ગેંગ, પોરબંદર ગેંગ, ગેડીયા ગેંગ અને ચડ્ડીબનીયનધારી ગેંગ પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગઇ હતી
અબતક,રાજકોટ
સૌરાષ્ટ્રમાં બે દાયકા પહેલાં જુદી જુદી ગેંગ દ્વારા આંગડીયા લૂંટ, હાઇ-વે લૂંટ, ઘરફોડ ચોરી, પેટ્રોલ પંપ પર પથ્થરમારો કરી લૂંટ ચલાવવી, ચાલુ ટ્રકે તાલપતરી તોડી ચોરી કરતી અને ધાક ધમકી દઇ ખંડણી વસુલ કરવાના ગુનાનું પ્રમાણ વિશેષ હોવાથી પોલીસ માટે વિવિધ ગેંગ પડકાર સમાન બની ગઇ હતી. ઓછા સાધનો સાથે પણ પોલીસ સ્ટાફ પોતાની આગવી કુનેહથી ખૂખાર ગેંગનો સામે કડક કાર્યવાહી કરી ખૂન, લૂંટ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ધારાગઢ ઘરફોડ ચોરી કરતી ગેંગ, નજર ચુકવી કિંમતી માલ સામાન સેરવી લેતી છારા ગેંગ, ઘરફોડ ચોરી અને લૂંટની સાથે બળાત્કાર ગુજારતી સાતનારી ગેંગ, ધાક ધમકી દઇ ખંડણી વસુલ કરતી પોરબંદર ગેંગ, ચાલુ ટ્રકની તાલપતરી તોડી કિંમતી ચિજ વસ્તુની ચોરી કરતી ગેડીયા ગેંગ, આંગડીયા લૂંટ ચલાવતી તાજીયા ગેંગ અને પેટ્રોલ પંપ પર પથ્થરમારો કરી લૂંટ ચલાવતી ચડ્ડીબનીયરધારી ગેંગ સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોળી હાહાકાર મચાવી દીધો હતો.
પોરબંદર બંદર પર લોડીંગ-અનલોડીગનું કામ દ્વારકા પંથકની એક જ્ઞાતિનું પ્રભુત્વ હોવાથી તેઓને રાજકીય પીઠબળ મળ્યું હતું. સમય જતા આર્થિક રીતે સધ્ધર થયેલી દ્વારકા પંથકના કોન્ટ્રાકટરો રાજકારણીઓને ગાઠતા ન હોવાથી પોરબંદરના સ્થાનિક જ્ઞાતિને રાજકીય નેતાઓએ મહત્વ આપી આગળ લાવવાનું શરૂ કર્યુ હતુ. પોરબંદરની સ્થાનિક ગેંગની પણ મની અને મસલ પાવર ધરાવતી થઇ જતા દ્વારકાના કોન્ટ્રાકટરો પોરબંદરથી પરત પોતાના વતન જતા રહ્યા હતા. ત્યારથી પોરબંદરમાં બે જ્ઞાતિનું કોન્ટ્રાકટ, લાઇમ સ્ટોન અને રાજકીય સહિતના વરચસ્વ જમાવવા પ્રયાસ શરૂ કર્યા હતા. પોતાની ધાક બતાવવા હત્યા કેસના સાહેદોના સરા જાહેર ખૂન કરી પોરબંદરમાં હાહાકાર મચાવી દીધો હતો ત્યારે પોલીસના કેટલાક ઇમાનદાર અને કડક અધિકારીઓએ રાજકીય ઓથ ધરાવતી ગેંગને કાયદાના પાઠ ભણાવી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. પોરબંદરની કહેવાતી માથાભારે ગેંગ રાજકોટ આવી હવાલા સુલટાવવા અને ખંડણી પડાવવાનું શરૂ કર્યુ હતું. રાજકોટ પોલીસે આ ગેંગ સામે કડક કાર્યવાહી કરતા સુરતમાં સ્થાયી થઇ પોતાની ધાક જમાવી હતી.
આંગડીયા લૂંટ, ચોરી, છેતરપિંડી, ધાક ધમકી દઇ પૈસા વસુલવાનો હવાલો લેવો, ચાલુ ટ્રકે ચોરી કરવી અને પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવવા સહિતના ગુના આચરતી ગેંગને પોલીસે ભો ભીતર કરી
જે પૈકીના કેટલાક રાજકીય નેતા બની ગયા છે.મધ્ય પ્રદેશના જામ્બુવા, દાહોદ-ગોધરા પંથકના શખ્સો મજુરી કામે સૌરાષ્ટ્રમાં આવ્યા બાદ આઠ થી દસ જેટલા આદિવાસી શખ્સો સમી સાંજે હાઇવે પરના પેટ્રોલ પંપ પર ભારે પથ્થરમારો કરી પેટ્રોલ પંપના કર્મચારીઓને ભયભીત બનાવી લૂંટ ચલાવતી હતી. આદિવાસી શખ્સો લૂંટ ચલાવતા ત્યારે તેઓ ચડ્ડી અને બનીયન પહેરીને લૂંટ ચલાવતા હોવાથી આ ગેંગને ચડ્ડીબનીયનધારી તરીકે કુખ્યાત બની હતી. સમગ્ર રાજયભરના પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવતી ગેંગની મુખ્ય ખાસિયત રેલવે ટેક નજીકના પેટ્રોલ પંપને નિશાન બનાવતા જેથી તેઓ થેલીમાં રેલવે ટેક પરના પથ્થરથી હુમલો કરતા અને લૂંટ ચલાવ્યા બાદ રેલવે સ્ટેશન તરફ જ ભાગતા હોવાથી પોલીસને ચડ્ડીબનીયનધારી ગેંગને ઝડપી લેવી સરળ બની હતી.સાત ભાઇના પરિવાર ચોરી, લૂંટ, ખૂન, ખૂનની કોશિષ અને બળાત્કાર જેવા ગુના આચરતા હોવાથી આ ગેંગ સાતનારી તરીકે કુખ્યાત બની હતી. ચોરી કરવા જતી સાતનારી ગેંગ મકાન માલિક જાગી જાય તો તેના પર હુમલો કરી લૂંટ ચલાવી ભાગી જતા હતા. હુમલા દરમિયાન તેનો પ્રતિકાર કરે ત્યારે મકાન માલિકની હત્યા અને હત્યાની કોશિષ કરતા હતા.
જે સ્થળે લૂંટ ચલાવતા ત્યાની મહિલાઓ પર બળાત્કાર પણ ગુજારતા હોવાથી સાતનારી ગેંગ સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યું હતું. સાતનારી ગેંગને સરળતાથી ઓળખવા માટે પોલીસ અધિકારીઓએ તેના કપાળમાં સાતનારી ત્રોફાવ્યું હતું. સાતનારી ગેંગ ચોરી કર્યા બાદ તે સ્થળેથી સ્થળાંતર કરી જતા હોવાથી સાતનારી ગેંગને પકડવી પોલીસ માટે મુશ્કેલ બની હતી સમય જતા સાતનારી ગેંગમાં બે ફાટા થયા હતા અને નવી સાતનારી ગેંગ અને જૂની સાતનારી ગેંગ તરીકે જાણીતી બની હતી.ઝાલાવડ પંથકના હાઇ-વે પર ચાલુ ટ્રકે તાલપતરી તોડી કિંમતી માલ-સામાનની ચોરી કરતી ગેડીયા ગેંગ પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગઇ છે. આગળ જતા ટ્રકની પાછળ બોલેરો જેવા મજબુત બોનેટવાળા વાહન ચલાવી બોનેટ ઉપર ચડીને ફિલ્મના સ્ટંટની જેમ ટ્રકમાં પહોચી ટ્રકના તાલપતરી તોડી ચોરી કરતી ગેંગને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવતી ગેડીયા ગેંગના કુખ્યાત શખ્સોના એન્કાઉન્ટર થયા છે. અને પોલીસે ગુજસીટોક હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી છે.જામ જોધપુર નજીક આવેલા ધારાગઢની રીઢા તસ્કરોની ગેંગ પણ પોલીસ માટે પડકારરૂપ બની હતી. ધારાગઢમાં છુપાયેલા તસ્કરોને પોલીસ અધિકારી પકડવા જાય ત્યારે તેના પર હુમલો કરી ભાગી જવાની ટેવ ધરાવતી તસ્કર ગેંગનો એક સભ્ય ટેકરી પર 24 કલાક ચોકી પહેરો કરતો અને પોલીસ આવે તેની તસ્કર ગેંગને જાણ કરવામાં આવતા પોલીસને ધરમ ધકો થતો હતો. ધારાગઢની તસ્કર ગેંગ જે શહેરમાં ત્રાટકતી ત્યાં એક સાથે સાત-આઠ જેટલા મકાન કે દુકાનને નિશાન બનાવી હાથફેરો કરતી હતી.
અમદાવાદની છારા ગેંગ પણ રાજયભરની પોલીસને હફાવતી હતી. કાર ચાલકને નતુ અકસ્માત સર્જીને ભાગી કેમ ગયો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જાથ તે રીતે બાઇક પર આવેલો શખ્સ ખોટો ઝઘડો કરે તે દરમિયાન બીજો શખ્સ નજર ચુકવી કારમાંથી રોકડ સાથેનો થેલો તફડાવી પલાયન થઇ જતા હોય છે.
આ રીતે છારા ગેંગ તમારા કપડા ગંદા થયા કહી વાત-ચિતમાં વ્યસ્ત કરાખી નજર ચુકવી રોકડ સાથેનો પર્સ સેરવી લેવામાં માહિર ગણાતી છારા ગેંગ સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી લેવામાં પોલીસ માટે સરળ બન્યું છે.માળીયા મીયાણા પંથકની તાજીયા ગેંગ હાઇ-વે પર આંગડીયા લૂંટ ચલાવતી હતી. તાજીયો ઉર્ફે તાજમહંમદ મીયાણા જેલમાં જતો ત્યારે જેલમાં તેની સાથે રહેલા શખ્સોને પોતાના સાગરીત બનાવી જેલમાંથી છુટી આંગડીયા પેઢીના કર્મચારીને ફોડીને હાઇ-વે પર રોકડ સહિતની મત્તાની લૂંટ ચલાવતી હતી આ ગેંગના તાજીય સહિતના કેટલાક શખ્સોના એન્કાઉન્ટર થતા હાઇ-વે પર થતી રોબરી પર પોલીસે અંકુશ મેળવ્યો છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં બંધ મકાનને નિશાન બનાવી મોટી મત્તાની ચોરી કરવાની ટેવ ધરાવતા કાનજી નરશી અને ચંદુ પોપટ જેવા રીઢા તસ્કરો જ્યાં ચોરી કરતા ત્યાં જ કુદરતી હાજતે જતા હતા. કુદરતી હાજતે જવા પાછળ ડોગને સ્મેલ ન આવે તેવી રીઢા તસ્કરોની માન્યતા હતી તેમ છતાં તેની મોડસ ઓપરેટીના આધારે પોલીસ ઝડપી લેતા હતા.
ખાનદાની તસ્કર થાપલા દરબારનો અનોખો ગુનાહિત ઈતિહાસ
ગુનાખોરીની દુનિયામાં કેટલાક ગુનેગારો સંપૂર્ણપણે સંજોગો ને લઈને ગુનાખોરી માં પ્રવેશતા હોય છે 60ના દાયકામાં જ્યારે જુનાગઢ પોરબંદર અને ગિર સોમનાથનો સંયુક્ત જિલ્લો અસ્તિત્વમાં હતો ત્યારે એક વખત દોલતપુરા મા એક સાથે 18દુકાનો અને કેબીનો ના તાળા તૂટ્યા ઘટના સામૂહિક તસ્કરીની હોવાથી મોટી ગણાય પણ મુદ્દામાંલ ખૂબ જ ઓછી કિંમતનો હતો તેમ છતાં એસપીએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને બોલાવીને પોલીસ માટે પડકારરૂપ ગુનો ડિટેક્ટ કરવા આદેશ આપ્યા ત્યારે મોટું બાતમિદરો નું નેટવર્ક ધરાવતા તત્કાલીન પી.આઇ એ જણાવ્યું હતું કે આ ઘટનામાં હિસ્ટ્રીશીટર થાપલા દરબાર હોવો જોઈએ ! જિલ્લા પોલીસ અધિક્ષકે આશ્ચર્યચકિત કરી ને પૂછ્યું કે તમને ખબર છે ગુનેગાર કોણ છે તો અટકમાં કેમ ના લીધો? ત્યારે અધિકારીએ જણાવ્યું કે આ હિસ્ટ્રીશીટર તાલા તોડવામાં માહિર છે પણ ગુજરાન માટે નાની-મોટી ચોરી કરવાની ટેવ ધરાવે છે, ચોર છે પણ ખાનદાન છે, જૂનાગઢનું થાપલા ગામ બા બી રાજવીઓનું ગામ હતું ભાગલા વખતે આખો પરિવાર જુનાગઢ થી પાકિસ્તાન ચાલ્યું ગયું ત્યારે ઘરનો મોભી વ્યક્તિ વતન છોડી ન શક્યો અને કઈ રહ્યું ન હોવાથી તે ચોરીના રવાડે ચડયો હતો પરંતુ તેની મોડસ ઓપરેન્ડી ટીમાં તે જરૂર મુજબની વસ્તુ જ ચોરતો હતો 18દુકાનોમાંથી પણ માત્ર બીડી બાકસ અને ચા ખાંડ સિવાય કંઈ ચોરાયું ન હતું આથી આ ઘટનામાં થાપલા દરબાર હોવો જોઈએ તેવું અનુમાન લગાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકે તેને જોવાની ઈચ્છા વ્યક્ત કરતા એલસીબીએ તસ્કર થાપલા દરબારને રજુ કર્યો ત્યારે એક આરોપી તરીકે તે એસપી સામે નીચે બેસી ગયો ત્યારે તેને એસપીએ કહ્યુ કે આજે મારે તમને આરોપી તરીકે નહીં એક વ્યક્તિ તરીકે મળવું છે ઉપર બેસો પછી પરિસ્થિતિ અંગે થોડી વાતચીત થઈ લાંબો સમય જેલમાં રહ્યા બાદ છૂટીને આવ્યો હોવાનું અને ખર્ચા માટે પોતે જ આ દુકાનોના તાળા તોડયા હોવાની કબૂલાત આપી આખું ઘર પાકિસ્તાન ચાલ્યું ગયું હોવાથી કંઈ કામ-ધંધો અને નોકરી કરી શકે તેમ ન હોવાથી પોતે તાળા તોડતો હોવાનું ગમે તે તાળું ખોલી શકતો હોવાનું જણાવતા. એસપી કચેરી માં રહેલી તેજુરી ખોલવાનું જણાવતા પ્રથમ ખચકાયેલા થાપલા દરબારે ગુણ સીવવાના સોયાથી 21 લીવરની સરકારી તેઝોરી ગણતરીની સેક્ધડ મા ખોલી બતાવી ત્યારે એક તસ્કર તરીકે નહીં એક ખાનદાન કાબેલ વ્યક્તિ તરીકે એ પોલીસ અધિકારીએ સો રૂપિયાની બક્ષિસ અને જૂનાગઢની સારી હોટેલમાં એક દિવસ જમાડી હિસ્ટ્રીશીટર થાપલા દરબારને ને શક્ય હોય તો ગુનાહિત કામ ન કરવાની શિખામણ આપી વિદાય કર્યો હતો
(નિવૃત એ.એસ.આઈ અને લાંબા સમય સુધી પોલીસ ક્ધટ્રોલ ઇન્ચાર્જ રહેલા લાલજીભાઈ ભટના સ્મરણો માંથી)