વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે મેળવેલી ઐતિહાસીક જીન અનેક નવા કિર્તિમાનો સ્થાપ્યા છે. દેશની રાજકીય તવારીખમાં જવાહરલાલ નહે‚ અને ઈન્દીરા ગાંધી પછી ૫૦ વર્ષે નરેન્દ્ર મોદી એવા ત્રીજા વડાપ્રધાન બન્યા છે. કે જે પાંચ વર્ષથી સત્તાબાદ ફરીથી પુન: બહુમતી સાથે લોકસભામાં ફરીથી સત્તા મેળવી છે.નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં ભાજપે ૨૭૨ની બહુમતીમાં અંકડાને સરળતાથી વટાવીને ૩૦૦નો આંકડાને સહેલાઈથી પાર કરી લીધો છે.બેલુ‚ લોકસભા બેઠકની ચૂંટણી થતા ૫૪૩માંથી ૫૪૨ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

નેહરૂ ગાંધી યુગ પછી નરેન્દ્ર મોદીએ નવો ઈતિહાસ રચ્યો છે. ચૂંટણી જંગમા નહે‚ ગાંધીનો રાજકીય વારસો ધરાવતા રાહુલગાંધી રાજકારણમાં વધુ એકવાર નિષ્ફળ પૂરવાર થયા હતા. રાહુલના દાદા જવાહરલાલ નહે‚એ ૧૯૫૨માં થયેલી પ્રથમ ચૂંટણી બાદ ૧૯૫૭માં વિજય મેળવીને ફરીથી ૧૯૬૨માં પૂન: સત્તા મેળવી હતી જે આઝાદ ભારતનો પ્રથમ કીર્તીમાન તેમણ સ્થાપ્યો હતો. ત્યારબાદ ૨૦ વર્ષે ૧૯૬૭માં નહે‚નાં પુત્રી ઈન્દિરાગાંધીએ ૫૨૦માંથી ૨૮૩ બેઠકો મેળવીને પ્રથમ જીત મેળવી હતી. ગરીબી હટાવોનાં સુત્રના સંગાથે ૧૯૭૧માં પક્ષની સ્થિતિ સુધારીને ૩૮૨ મેળવીને બીજીવાર સતાપર આવ્યા હતા.

આજ રીતે ભાજપએ નરેન્દ્રભાઈ મોદીના સંગાથે ૨૦૧૦ થી ૨૦૧૪ના ગાળામાં શાસન કરનાર યુપીએ સરકારના વ્યાપક ભ્રષ્ટાચારના માહોલ વચ્ચે ભાજપે ગુજરાતના તત્કાલ મંત્રી નરેન્દ્રભાઈ મોદીને ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે પ્રોજેકટ કરી અટ બિહારી વાજપાઈ પછી પ્રથમવાર કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવી હતી ત્યાર પછી ૨૦૧૪માં ૨૮૨ બેઠકોની પૂર્ણ બહમતી સાથે ૨૦૧૯ના પાંચ વર્ષનાં શાસન બાદ આવેલી તાજેતરની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ એનડીએને ૩૫૦નો આંકડો અપાવીને પાંચ વર્ષનું શાસન કરી ફરીથી સત્તા પર આવવાનો જવાહર લાલ નહેરૂ અને ઈન્દિરા ગાંધી પછી બીજીવાર સત્તા પર આવનારા ત્રીજા વડાપ્રધાન બન્યા છે.

દેશની આઝાદી સમયે પાકિસ્તાનના સર્જનના કારણે દેશમાં ધર્મવાદ અને આતંકવાદની સમસ્યા ઉભી થવા પામી હતી. જેના કારણે કાશ્મીરની સમસ્યા આજે પણ દેશના સળગતા પ્રશ્ર્નોમાંની એક સમસ્યા છે. આઝાદી બાદના સમયમાં જવાહરલાલ નહે‚ દેશના એકમાત્ર સર્વસ્વીકૃત નેતા તરીકે ઉપસી આવ્યા હોય સતત બે વખત તેઓ વડાપ્રધાનપદે ચૂંટાય આવ્યા હતા. જયારે ઈન્દીરા ગાંધીએ ૧૯૭૧માં પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન બંને બાજુઓથી દેશને થતા અટ્ટકચાળાની સમસ્યાનો કાયમી નિવેડો લાવવા ઈન્દીરા ગાંધીએ પાકિસ્તાન સામે યુધ્ધ છેડયું હતુ.

આ યુધ્ધમાં ઈન્દીરાગાંધીએ લશ્કરને છૂટોદોર આપીને માત્ર વિજય જ ન મેળવ્યો હતો. પરંતુ પાકિસ્તાનના બે ટુકડા પણ કર્યા હતા. ઈન્દીરાની આવી પ્રચંડ શકિતને તેમના રાજકીય વિરોધી અટલ બિહારી બાજપાઈએ પણ બિરદાવીને સંસદમાં ઈન્દીરાને મા દુર્ગા તરીકે ઓળખાવ્યા હતા.

ઈન્દીરાની વિચક્ષણ નેતાગીરીને મતદારોએ આવકારીને તેમને બીજીવાર દેશનું સુકાન સોંપ્યું હતુ જયારે, મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં દેશમાં કરેલા વિકાસ અને આતંકવાદી હુમલાઓ વખતે દાખવેલા પ્રચંડ રાષ્ટ્રવાદને લઈને મતદારોએ તેમને આવકારીને પ્રચંડ જનાદેશ સાથે દેશના ઈતિહાસમાં ત્રીજી વખત સતત બીજી વખત વડાપ્રધાન પદે બેસાડયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.