શું સંઘને ૨૦૧૯ના પરિણામ બાબતે શંકા ?

લોકસભા ચૂંટણીને બસ હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે ભાજપ અને સવિશેષ મોદી સરકાર પોતાનો પ્રભાવ અને ભાજપ પક્ષ દ્વારા જે પ્રજાલક્ષી નિર્ણયો અને એમાં પણ સવિશેષ યુવકો માટે જે કાર્યો કરવામાં આવ્યા છે તે માટે મોદી સરકારે ખાસ ભાજપના કાર્યકરોને સુચના આપતા જણાવ્યું છે કે, પહેલી વખત જે મતદારો મતદાન કરી રહ્યાં છે તેને ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે માહિતગાર કરવાનું પણ જણાવ્યું હતું.

વધુમાં નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું છે કે, ભારતનું નવનિર્માણ યુવકો દ્વારા જ કરવામાં આવશે જેથી યુવકોનો સાથ સહકાર ખરા અર્થમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મહત્વનો રહેશે. તેઓએ કહ્યું હતું કે, યુવકો નકારાત્મક મુદ્દાઓને લઈ હકારાત્મક મુદ્દાઓ પર પ્રભાવિત થતી હોય છે અને નકારાત્મક અભિગમ દાખવતી હોય છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા ઘણા ખરા સારા કાર્યો કરવામાં આવ્યા હતા જેને લઈ ભારતના નવ યુવાનોને તે વિશેનો ખ્યાલ આવે જેથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભારત વિજય થઈ શકે અને એક નવભારતનું નિર્માણ કરી શકે.

પ્રધાનમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ યુવા મતદારો સાથે વાતચીત કરવી જોઈએ અને ભાજપના કાર્યોને વર્ણવવા જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ લોકસભામાં ચૂંટણીમાં જે પ્રથમ વખત મતદાન કરી રહ્યાં છે તે મતદારોને આવકારવામાં આવે અને ડેમોક્રેસીને તેઓને લાભ મળે અને એક ઉત્સવ તરીકે મનાવવા તેઓ સહેજ પણ પીછેહટ ન કરે. સાથો સાથ નવા મતદારો સાથે વાતચીત તો ખરા પણ તેઓને સમજવાની પણ જરૂર છે તેમ પ્રધાનમંત્રીએ ભાજપના કાર્યકરોને સુચન અને સુચના પણ આપી હતી.

ત્યારે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે કે કેમ તે એક વિચારવાનો પ્રશ્વ ઉદભવિત થયો છે. કારણ કે હાલ તેઓ પણ ચૂંટણીના પરિણામોથી અસમંજસની લાગણી અનુભવી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ એ છે કે રામ મંદિરનો જે મુદ્દો છે તે ભાજપના ગળામાં ફસાયેલા કોયડા જેવો છે. કારણ કે, રામ મંદિરને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હાલ કોઈ નકારાત્મક વલણ ન દાખવતા હિન્દુ સંગઠનો આ બાબતની આલોચના કરી રહ્યું છે. પરિણામ સ્વરૂપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આવનારા પરિણામોને લઈ મોહન ભાગવત નિશ્ચીત ન હોય તેવું પણ દર્શાઈ રહ્યું છે. નાગપુરના સેવા સદન શાળામાં ઉપસ્થિત રહેલા મોહન ભાગવતે પોતાના ભાષણમાં જણાવતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીને લઈ તેઓ અનિશ્ચીત છે અને આરએસએસના મહાસચિવ ભયાજી જોષી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનો પણ તેઓ સમર્થન કરી રહ્યાં છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુ બાદ આપવામાં આવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન રામ પ્રત્યે તેઓની આસ્થા અને અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દે તેઓને મજબૂત વિશ્વાસ છે ત્યારે ભૈયાજી જોશીએ રામ મંદિરને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને પ્રત્યુતરમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આરએસએસ પોતાના વિચારો પર સ્થીર અને અડગ છે. જેથી અયોધ્યામાં મંદિર નિર્માણ માટે કાયદો લાવવામાં આવે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી રામ મંદિરને લઈ શું ઈચ્છી રહ્યાં છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી કારણ કે ભારત દેશની એ જ ઈચ્છા છે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જ જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વહિન્દુ પરિષદ સ્પષ્ટપણે માની રહ્યું છે કે, રામ મંદિરને લઈ અદાલતના નિર્ણય માટે અનંતકાળ સુધી રાહ જોવી અનુકુળ ન કહી શકાય. એના માટે કાયદો ઘડવામાં આવે અને વહેલાસર અયોધ્યામાં રામ મંદિર બને તેથી ભારતના લોકોની જે લાગણી છે તેને સરકાર પરિપૂર્ણ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.