વિશ્વના વિકસીત દેશોનો ભારતને ટેકો જેને લઇ ભારતીય રૂપીયો થયો મજબૂત જ્યારે પાકિસ્તાનું ચલણ ગગડયું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.એસ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પ્રધાનમંત્રી સીન્જો એબે સાથે ત્રિ-પાંખિય બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં વૈશ્વીક મુદાઓને લઇ ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ આ બેઠકને ‘જય’ તરીકે સંબોધી હતી. એટલે કે જાપાન, અમેરિકા અને ભારત જ્યારે ‘જય’ને વિક્ટ્રી એટલે કે વિજય ગણાવ્યો હતો.
ત્રણ દેશોના વિઝનને લઇ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે જાપાનના વડાપ્રધાન સીન્જો એબેએ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો અને ‘જય’ બેઠકમાં ભાગ લેવા માટે તેઓએ ઉત્સુકતા દાખવી હતી. કહી શકાય છે કે આ ત્રણ દેશોની બેઠક મહત્વપૂર્ણ મુદાઓને ધ્યાને લઇ યોજવામાં આવી હતી. જેમાં ભારતને જી-૨૦ સમિટ તથા બ્રિક્સ દેશોનો ખૂબ જ વધુ સપોર્ટ મળી રહેશે.
જેથી ભારતની વિકાસ ગાથા ઉચ્ચસ્તરીય બની રહેશે. કહી શકાય કે વૈશ્વીક મુદાઓ જેવા કે દેશનો વિકાસ, આતંકવાદ નાબૂદી, સાઇબર સિક્યુરિટી સહિતના અનેક વિષયો પર ગહન મંત્રણા કરવામાં આવી હતી. સાથો સાથ ઇન્ડોપેસિફિક વિસ્તારના વિકાસ માટે પણ વાતાઘાટો કરવામાં આવ્યા હતાં. આ મહત્વપૂર્ણ બેઠક એ સમયે યોજવામાં આવી હતી જ્યારે ચીન પોતાના દક્ષિણ દરિયાઇ વિસ્તાર તથા પૂર્વ દરિયાઇ વિસ્તાર માટેના વિવાદમાં પડી છે.
કારણ કે આ બંને વિસ્તારો તેલ અન્ય કુદરતી પદાર્થો અને મિનરલ્સમાં સમૃધ્ધિ ધરાવે છે. યુનાટેડ સ્ટેટ દક્ષિણ ચીન દરિયાઇ વિસ્તારમાં નિયમિત અંતરાલે પેટ્રોલીંગ પણ કરે છે. જ્યારે ભારત, જાપાન અને અમેરિકાના પ્રધાનોએ એકત્રિત થઇ બીજા અન્ય દેશોને કંઇ રીતે ભેગા રાખી વિશ્વનો વિકાસ થાય તે માટેની પણ પહેલ હાથ ધરી હતી. સાથો સાથ તેઓએ આ ત્રિપાંખીય બેઠકનો મહત્વ પણ સમજાવ્યું હતું.
કહી શકાય છે કે ભારત માટે આ વખતની જી-૨૦ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે. કારણ કે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન બીન અબ્દુલ આઝીઝએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્રૂડ ઓઇલ પૂરૂં પાડવા માટે ભરોસો પણ દાખવ્યો હતો કહી શકાય છે કે આ બેઠક બાદ ભારતનો ઉર્જા ક્ષેત્રે ખૂબ જ વધુ વિકાસ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અર્જેન્ટીનાના પાટનગર બૂયુન્યોઝ એરિઝમાં પ્રિન્સ રહેણાંક સ્થાને આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
આ બેઠકમાં બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ મુદાઓ જેવા કે આર્થિક, રાજકીય, સલામતી, રોકાણ, ખેતી, ઉર્જા, સંસ્કૃતિ તથા ટેકનોલોજી ક્ષેત્રે કઇ રીતે મહત્તમ વિકાસ કરી શકાય તે માટે ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. પબ્લિક ઇન્વેસમેન્ટ ફંડથી રોકાણમાં રહેલી જે તકો છે તેના વિશે પણ પ્રિન્સે મોદીને માહિતગાર કર્યા હતાં.
ઉર્જા ક્ષેત્રે સાઉદી અરેબીયા ભારત દેશને તેલ આપવા માટે તમામ જરૂરીયાતોને પૂરી પાડવામાં માટે હાંકલ પણ કરી હતી. જેથી બંને દેશો વચ્ચેના જે ગાઢ સંબંધ છે તે પણ જળવાઇ રહે. હાલ ભારતની રિફાઇનીંગ કેપેસીટીની વાત કરીએ તો હાલ તે ૨૩૨.૦૬૬ મિલિયન ટન છે. જે માંગ ૪૫૮ મિલિયન ટન સુધી પહોંચવાના એંધાણ ૨૦૪૦ સુધીનો આવી રહ્યો છે. આ બેઠકમાં બંને નેતાઓએ સૂર્ય ઉર્જા તથા સોફ્ટ બેંક વિઝન ફંડ જે માધ્યમથી સોલાર એનર્જી પ્રોજેક્ટને નિર્માણ કરવા માટેની પણ વાત કરવામાં આવી હતી.
સાથો સાથ મોદી સરકારનો જી-૨૦ સમિટ પહેલા બ્રિક્સ બેઠકમાં મોદીએ પોતાનો દબદબો જાણવી રાખ્યો હતો કહી શકાય કે બ્રિક્સના નેતાઓ સાથે વાતચીત કરતાં નરેન્દ્ર મોદીએ પોતાના દ્વારા આપેલાં વચનોને યાદ કરાવ્યા હતાં અને બહુ પાર્શવાદને સાકાર કરવા માટે સંમતિ પણ દાખવી હતી.
સાથો સાથ મોદીએ આવનારા જે પડકાર છે તેના વિશે પણ ગહન ચર્ચા કરી હતી અને વૈશ્વીકકરણના મુદે તેઓએ અન્ય નેતાઓને હાંકલ પણ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું તેમનાં દસ વર્ષના શાસનકાળમાં જી-૨૦ સમિટ દેશને સ્થિરતા અને વૈશ્વીકસ્તરે વિકાસ આપવા ખૂબ જ મદદરૂપ સાબિત થઇ છે. જેનો મુખ્ય હેતૂ અને મુખ્ય ઉદેશ્યએ છે કે જે વિકાસશીલ દેશો અને જે ઉભરતા આર્થિકરીતે સધ્ધર તથા દેશો છે તેના વિકાસ માટેની આ બેઠક છે. સાથો સાથ તેમને જણાવ્યું હતું કે પાછલા ૧૦ વર્ષમાં થયેલા વિકાસ કામોની પણ ચર્ચા કરશે જેથી આવનારા પડકારોને કઇ રીતે પહોંચી શકાય તે મુખ્ય બાબત સાબિત થશે.
હવે વાત કરવામાં આવે તો ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રીતે સુધરી રહી છે ત્યારે ડોલર સામે ભારતીય રૂપીયો ૬૯.૮૫ અંકે કે જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ બંધ થયો હતો. હજી રૂપીયો મજબૂત થશે તેવા એંધાણ સર્જાઇ રહ્યાં છે હાલ જે રીતે સાઉદી અરેબિયાના પ્રિન્સે ભારતદેશને ક્રૂડ આપવા માટે જે સંમતિ દાખવી હતી તેને લઇ ભારતીય રૂપીયો મજબૂત બનશે.
પરંતુ પાકિસ્તાનની વાત કરીએ તો ડોલર સામે તેમનો રૂપીયો ગગડીયો હતો અને ૧૪૩ની સપાટીએ બંધ થયો હતો. જો મુદાનું વિશ્લેષણ કરવામાં આવે તો હાલ પાકિસ્તાન પોતાનો જે પ્રભાવ અને જે વિશ્વસનિયત હોવી જોઇએ તે ગુમાવી દીધી છે જેને વિશ્વના દેશો તેમની સાથે કોઇપણ પ્રકારના સંબંધ રાખવા તૈયાર નથી.
ત્યારે જ્યારે વાત કરવામાં આવે તો ઇમરાન ખાન સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થયાં બાદ રૂપીયાની સ્થિતિ ખૂબ જ કફોડી બની હતી જેની સરખામણીમાં ભારત દેશની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે અને વિશ્વના જે વિકસિત દેશો છે તે પણ ભારત સાથે મિત્રતાનો હાલ લંબાવી રહ્યાં છે અને વિકાસમાં કઇ રીતે મદદરૂપ થાય તેને લઇ તેઓ પહેલ પણ કરી રહ્યાં છે.