મે મહિનો એટલે ગુજરાત બોર્ડના પરિણામોની વણઝાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં ધો. ૧૨ સાયન્સના પરિણામની જાહેરાત એટલે રાજકોટ શહેર માટે હાઈ વોલ્ટેજ ડ્રામા ઠેર ઠેર સાઉન્ડ સીસ્ટમના તાલે ઝુમતા વિદ્યાર્થીઓ જોવા મળે . ટી.વી. પર અતિ સફળ વિદ્યાર્થીઓની સફળતા અંગેના વાર્તાલાપ સાંભળવા મળે રેડીયો જોકી.
બધા પર રીઝલ્ટની વાતો કરે વર્ષ ૨૦૧૮ની૧૦મી મે ગુજરાત બોર્ડે અચંબીત કરી દે તે રીતે રીઝલ્ટ અણધાર્યું જાહેર કર્યું ધાર્યા કરતા વહેલુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાંથી પરવારી અને ઠેર ઠેર હવા ખાવાના સ્થળોએ પહોચ્યા અને રાજકોટ લગભગ ખાલી થઈ ગયું. સ્વભાવિક રીતે રીઝલ્ટ વખતે થતી હોય તેવી ધામ ધૂમ ન થઈ તદુપરાંત જી, નીટની પરીક્ષા જ એડમીશન માટે જરી બનતા બોર્ડના પરિણામનું મહત્વ થોડું ઘટયું.
આ તમામ પરિબને એક બાજુ મૂકી કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યંતું પરિણામ લાવી શકયા. રાજકોટની મોદી સ્કૂલ્સ તેના પરિણામોની શ્રેષ્ઠતા માટે અતિ પ્રસિધ્ધિ છે. ગુજરાત બોર્ડના રીઝલ્ટમાં સમગ્ર રાજકોટમાં સાત વિદ્યાર્થીઓ એ.૧ ગ્રેડ ધરાવનાર છે. તેમાંથી બે વિદ્યાર્થી મોદી સ્કુલ્સના છે.
શાળા તેના વિદ્યાર્થીઓનો બોર્ડનો પાયો મજબૂત કરવામાં માહિર છે. ત્યાર પછી જ જી, નીટ પર વિશેષ ભાર અપાય છે. મેડીકલના એડમીશન માટે જરૂરી નીટ પરીક્ષાના પરિણામોમાં પણ આ શાળા મોખરે જ રહેશે તે નિર્વિવાદ છે. અ કારણ કે મોદી સ્કુલ્સે ૩૨થી વધુ તજજ્ઞો પાસેથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાવ્યું છે.
અને એ પહેલા ગુજરાત બોર્ડના મૂળભૂત ખ્યાલો તૈયાર કરાવ્યા છે આ બધી જ પ્રાથમિક જરૂરીયાતો મોદી સ્કુલ્સ શરૂઆતનાં વર્ષોથી આપે છે. ધો.૧ થી ૧૦ માં મૂળભૂત સંકલ્પના સ્પષ્ટ કરવા સાથે સાથે સહ અભ્યાસીક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત ગમત સાથે બાળકોનાં સર્વાંગી વિકાસ તરફ ધ્યાન અપાય અને પછી બોર્ડના વર્ષોમાં માત્ર અભ્યાસ અને પરિણામ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. આ શાળા ખરા અર્થમાં સફળતાની પાઠશાળા બની છે. તેમ રશ્મીકાંત મોદીએ જણાવ્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com