ભૂલકાઓની કલાકૃતિ નિહાળી મોટેરા અભિભૂત: ૭૦૦ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં લીધો ભાગ
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી સ્કુલ દ્વારા ૨૦૧૭-૧૮માં આકૃતિ વાર્ષિકોત્સવનું અને‚ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય અને ઘડતર થાય એ હતો. આકૃતિ એટલે શેપ ઓફ યોર ક્રિએટીવીટી ત્યારે આ વાર્ષિકોત્સવ નૈતિક મૂલ્યો પર કરવામાં આવેલ હતો. જેમાં એક પણ ફિલ્મી ગીતને લેવામાં આવેલ નથી.
આકૃતિ કલાનો સાત પ્રકારમાનો એક પ્રકાર છે. જુદા-જુદા પ્રકારની આકૃતિઓ આપણને જોવા મળે છે જે દરેકને અલગ-અલગ સંદેશ પાઠવીને ઉત્સાહિત કરતી રહે છે. આ આકૃતિ વાર્ષિકોત્સવમાં એલ.કે.જી. થી ધો.૨માં અભ્યાસ કરતા ૭૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને ખૂબ ઉત્સાહપૂર્વક તેઓ પોતાની કૃતિના પરર્ફોમન્સને માણતા હતા. ત્યારે મોદી સ્કુલના આચાર્ય નિલેશ સેંજલિયાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, બાળકો સૌપ્રથમ સ્ટેજ પર આવે અને ખુબ સારી રીતે પોતાના પેરેન્ટસ સામે કલા પ્રદર્શન કરે આ માટે એન્યુલ કાર્યક્રમ રહેલો છે.
અને આજે ખાસ નાતાલ છે ત્યારે ક્રિસમસ વિકની શ‚આત અને ત્યારે આ બાળકો સ્ટેજ પર આવી રંગારંગ કાર્યક્રમ આકૃતિ વાર્ષિકોત્સવનું આયોજન કરાયું છે. અંદાજિત ૭૦૦ સ્ટુડન્ટસ સ્ટેજ પર આવશે અને એની સાથે સાથે શિક્ષકો છેલ્લા ૨૦ દિવસથી તત્પર રહેલા છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓના પેરેન્ટસનો પણ એટલો જ સહયોગ રહેલો છે. શિક્ષક મિત્રો અને પેરેન્ટસના સહયોગથી આ મોદી સ્કુલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પેરેન્ટસ પોતાના બાળકને મોટિવેટ કરવા માટે આવતા હોય છે. ત્યારે સ્ટેજ પર નાના ભુલકાઓનો કલાકૃતિ ખુબ જ અનેરી હતી અને આત્મવિશ્ર્વાસ સાથે બાળક સ્ટેજ પર જોવા મળતું હતું.
શિક્ષક ભાવિકા મહેતાએ જણાવ્યું હતું કે, આકૃતિ વાર્ષિકોત્સવનો મુખ્ય ઉદ્દેશ નૈતિક મુલ્યો પર આયોજિત કરાયું છે. એક પણ ફિલ્મી ગીત લેવામાં નથી આવ્યા. દાદા-દાદીનું આદર જળવાય, પરિવાર સાથે વર્તણુંક આ બધી થીમને લગતા ગીત પર કૃતિઓ રજૂ કરવામાં આવી છે.
શિક્ષક આરતીબેને જણાવ્યું હતું કે, આ એન્યુઅલ ફંકશનમાં નવીનતા એ છે કે, આયુર્વેદિકનો ઉપચાર કઈ રીતે થાય, કઈ વસ્તુ ખાવી જોઈએ, હેલ્ધી ફૂડ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી, વિવેકાનંદથી લઈ આજનું ભારત કેવું છે એના દર્શન પણ કૃતિ દ્વારા રજૂ કરાયા છે.
શિક્ષક બલિયાણી ઝંખશ્રાએ જણાવ્યું હતું કે, બાળકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મોદી સ્કુલમાં અભ્યાસની સાથે સારા સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે એ બાબતને ધ્યાનમાં લઈ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધક ભેટારિયા જહાનવીએ જણાવ્યું કે, મ્યુઝિક કૃતિમાં તેમણે ભાગ લીધેલ હતો. અને ખૂબ આનંદિત હતા તેમણે ૧૫ દિવસથી સતત મહેનત કરી હતી અને શિક્ષકોએ ખુબ મહેનત કરી હતી.
સોજીત્રા પરલીએ જણાવ્યું હતું કે, સરસ્વતી વંદનાની કૃતિમાં ભાગ લીધેલ હતો અને પરફોર્મન્સ આપ્યા બાદ તે ખૂબજ ઉત્સાહી હતી જે હજૂ બીજીવાર પણ ભાગ લેવા ઈચ્છે છે આ ફંકશનમાં.
રામાણી દર્શએ કહ્યું હતું કે, જંગલબુકમાં ભાગ લીધો હતો અને હું સિંહ બન્યો હતો મને આ ફંકશનમાં બહુ મજા આવી.
ઉત્સવએ ઉમેર્યું હતું કે, થોડી નાદાનીના ગીત પર કૃતિ રજૂ કરી હતી. આ પરફોર્મન્સમાં મને ખૂબ મજા આવી અને મારી ડ્રેસ પણ ખૂબ મસ્ત છે.