દેશમાં વધતા સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યાથી છૂટકારો મેળવવા ગાંધીજીની જન્મજયંતિ બીજી ઓકટોબરથી ‘ક્વિટ પ્લાસ્ટીક’ અભિયાનનો પ્રારંભ કરવાની વડાપ્રધાન મોદીની હાંકલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતા આગ્રહી હતા અને પોતાના આસપાસ હંમેશા સ્વચ્છતાભર્યુ વાતાવરણ રહે તે માટે જાતે સફાઈ કરતા સંકોચ અનુભવતા ન હતા બાપુના કદમ પર ચાલીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા અભિયાન’ની શરૂઆત કરીને જાતે સફાઈ કરીને દેશભરમાં સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી કરી હતી. વર્તમાન સમયમાં નાશ ન પામતા પ્લાસ્ટીક વેસ્ટના નિકાલની સમસ્યા સ્વચ્છતા ઝુંબેશમાં મોટી સમસ્યા તરીકે ઉતરી આવી છે. જેથી વડાપ્રધાન મોદીએ ગઈકાલે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધતા બાપુની જન્મજયંતિ આગામી બીજી ઓકટોબરથી ‘કવિટ પ્લાસ્ટિક’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.

ગાંધી બાપુએ આઝાદીના સમય પહેલા બેપામ બનેલા અંગ્રેજી શાસન ને દેશવટો આપવા કવિટ ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. બાપુના પગલે ચાલીને વડાપ્રધાન મોદીએ હાલમાં બેફામ બનેલી પ્લાસ્ટિકની સમસ્યાને દેશવટો આપવા કવિટ પ્લાસ્ટિક અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. મોદીની કવિટ પ્લાસ્ટિક અભિયાન શરૂ કરવા પાછળ પણ અનેક સામાજીક આર્થિક ગણતરીઓ કારણભૂત મનાય છે. છેલ્લા થોડા દાયકાઓથી દેશભરમાં પ્લાસ્ટિકનો ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાંથી સીંગલ યુઝ પ્લાસ્ટિકનો કદી નાશ થઈ શકતો નથી સ્વચ્છતા અભિયાનમાં મુશ્કેલ રૂપ એવા સીંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટના કારણે ગંદકી વધવાથી નિકાલની મોટી સમસ્યા સરકાર પર આવી પડી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ પર લાલકિલ્લા પરથી દેશવાસીઓને સંબોધતા બાપુની જન્મજયંતિ બીજી ઓકટોબરની ‘કવિટ પ્લાસ્ટીક’ અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરીને તેને જન આંદોલન બનાવવા હાકલ કરી હતી. મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે દેશવાસીઓએ બાપુને યાદ કરીને ઘર, શેરી, ચોક અને ગટરમાથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટને જાતે એકત્રિત કરવાની શરૂઆત કરવી જોઈએ. મોદીએ ગ્રામ પંચાયતો, નગરપાલીકા, મહાનગરપાલીકા સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ આ સીંગલ યુઝ પ્લાસ્ટીક વેસ્ટને એકત્રીત કરવા વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો.

સ્ટાર્ટઅપ ઉધમીઓએ પ્લાસ્ટીકના રિસાયકલીંગ કરીને તેનો ઉપયોગ હાઈવે તથા અન્ય ક્ષેત્રોમાં કરવા માટે આગળ આવતા મોદીએ જણાવીને ઉમેયુર્ંં હતુ કે ગયા મહિને પીવાના પાણી, અને સેનીટેશન વિભાગે દેશના દરેક ગામોને ખૂલ્લામાં શૌચથી મૂકત કર્યા બાદ હવે વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ૭૫૦૦ બ્લોકોને પ્લાસ્ટિક કચરાથી મૂકત કરવાની યોજના બનાવી છે. ઉલ્લેકનીય છે કે ઝબલા, ફૂડ પેકેજીંગ, બોટલ સ્ટ્રો, ક્ધટેનર, કપ વગેરેનો સીંગલ યુઝ પ્લાસ્ટીક કહેવામં આવે છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓ મુજબ દેશમાં દરરોજ ૨૫,૯૪૦ ટન પ્લાસ્ટીક વેસ્ટ નીકળે છે. જેમાંથી ૪૦ ટકા એટલે કે ૧૦,૩૭૬ ટન પ્લાસ્ટીક વેસ્ટનો યોગ્ય નિકાલ થતો નથી આ વીણાયા વગરના પ્લાસ્ટીક વેસ્ટના કારણે ગટરો, નદીઓ ભરાય જાય છે. દરિયાઈ સુષ્ટિ પર ખતરો ઉભો થવાના કારણે ઈકોસિસ્ટમ ખોરવાઈ જાય છે. જેના કારણે જમીન અને પાણી પ્રદુષણમાં વધારો થાય છે.

લોકોને પ્લાસ્ટિકના ઝબલા છોડી દેવાનું વિનંતી કરતા મોદીએ દુકાનદારોને પણ પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ બંધ કરીને કપડાની બેગ લાવવા અને તેમાં સામાન લઈ જવા ગ્રાહકોને વિનંતી કરતા બોડ મારવા અપીલ કરી હતી. મોદીએ આ દિવાળી પર ગિફટમાં કાપડની થેલી આપવા કંપનીઓને પણ આગ્રહ કર્યો હતો. વડાપ્રધાન મોદીની અપીલના જવાબમાં પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે બ્રાઝીલથી જણાવ્યું હતુ કે તેમના મંત્રાલય દ્વારા વડાપ્રધાન મોદીની અપીલની સમીક્ષા કરીને આ લક્ષ્યને સાકાર કરવા નકકર યોજના તૈયાર કરવામાં આવશે. આ યોજનામાં લોકભાગીદારી લેવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.